જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની દેખરેખમાં રેન્ડમાઈઝેશન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
જૂનાગઢ જનરલ ઓબ્ઝર્વર મહંમદ ઝુબેર અલી હાશમીની અધ્યક્ષતામાં અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની દેખરેખમાં ચૂંટણી સ્ટાફનું બીજું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું છે. આ રેન્ડેમાઇઝેશનના માધ્યમથી ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારી- કર્મચારીઓની ટીમનું ફોર્મેશન થયું છે.
આ રેન્ડેમાઈઝેશન દ્વારા ચૂંટણી સ્ટાફ ક્યાં વિધાનસભા મતવિસ્તારમાં ફરજ બજાવશે તે ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર-1 અને પોલિંગ ઓફિસરની ટીમનું ફોર્મેશન થયું છે.
હવે પછીના એટલે કે ત્રીજા રન્ડેમાઈઝેશનમાં આ ટીમ કયા મતદાન મથક પર ફરજ બજાવશે તે નક્કી થશે.આ રેન્ડેમાઇઝેશન પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે માનવીય હસ્તક્ષેપ વગર કોમ્પ્યુટર આધારિત સોફ્ટવેરના માધ્યમથી સંપન્ન કરવામાં આવી હતી.આ રેન્ડેમાઈઝેશન દરમિયાન નિવાસી અધિક કલેકટર અને મેનપાવર નોડલ ઓફિસર એન.એફ.ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.