ચાર શખ્સો 1.79 લાખની મત્તા સાથે ઝડપાયા : મુખ્ય સૂત્રધાર સહિત પાંચની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
- Advertisement -
રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી કુખ્યાત બેલડી વર્લી મટકાનો જુગાર રમાડી રહી છે અગાઉ ભરતસિહ નામનો શખસ હારુન સાથે મળીને આ ક્લબ ચલાવતો હતો અને હવે તેનો પૂત્ર મયુરસિહ ભાગીદાર બની આ ક્લબ ચલાવે છે આ ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 2022માં રેડ કર્યા બાદ થોડો સમય બંધ રહેલી ક્લબ ફરી ચાલુ થઈ ગઈ હોવાની બાતમી આધારે ગત બપોરે દરોડો પાડી 4 શખ્સોને 1.79 લાખની મતા સાથે ઝડપી લઈ સૂત્રધાર સહિત ચારને દબોચી લીધા છે.
શહેરમાં નવા થોરાળામાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે વર્લી મટકાના ચાલતા જુગારધામ પર દરોડો પાડી ચાર શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂ.1.24 લાખની રોકડ, એક બાઇક અને છ મોબાઇલ મળી કુલ રૂ.1.79 લાખની મતા કબજે કરી વધુ નામચીન સૂત્રધાર સહિત પાંચ શખ્સના નામ ખૂલતા તેની શોધખોળ કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કામરિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ ટીમે ગંજીવાડાના રામનગરમાં ચાલતા વર્લી મટકાના હાટડા ઉપર દરોડો પાડી ફિરોઝ ઇબ્રાહીમભાઇ પલેજા, અસરફ હારૂનભાઇ દલ, જગદીશ ઉર્ફે જગો સોમાભાઇ વાઘ અને સબિરઅલી ઉર્ફે ડાબલો અલીમહમદ ઠેબાની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર મયુરસિહ ભરતસિહ ઝાલા, અમિત કોળી, જેપીડી, બટુક મહારાજ અને ઇકબાલ ઈસ્માઈલ પઠાણની શોધખોળ હાથ ધરી છે.