રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ ટીપીઓને બચાવવા એટીપીએ રેકર્ડમાં છેડછાડ કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મહાનગર પાલિકાનાં પૂર્વ ટીપીઓને બચાવવા માટે એટીપીઓ દ્વારા રેકર્ડમાં છેડછાડ કરતા એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મનસુખ સાંગઠિયાએ ટાઉન પ્લાનિંગ શાખામાં પોતાનાં મળતીયાઓ સાથે રેકર્ડમાં છેડછાડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
- Advertisement -
દસ્તાવેજમાં છેડછાડ કરી
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાં કેસમાં વોર્ડ નં. 10 નાં એટીપીઓ રાજેશ મકવાણા જેઓ વેસ્ટ ઝોન કચેરીમાં આવેલ ટાઉન પ્લાનીગ શાખામાં ફરજ બજાવતા હતા. જેઓ દ્વારા દસ્તાવેજો સાથે ચેડા કરી બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હતા અને પુરાવાનો નાશ કર્યો હતો. જે બાબત પોલીસનાં ધ્યાને આવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીની પૂછપરછ હાથ ધરી હતી.
પાલિકા કમિશ્નરે એટીપીઓને સસ્પેન્ડ કર્યા
- Advertisement -
ત્યારે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, એટીપીઓ રાજેશ મકવાણાની જવાબદારી ન હોવા છતા તેણે રેકર્ડમાં ચેડા કર્યા હતા. તેમજ નિયમ મુજબ સરકારી કર્મચારી 48 કલાક સુધી જેલમાં હોય તો મહાનગરપાલિકા કમિશ્નરે આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
8 કર્મચારીઓની સંડોવણી બહાર આવી
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 8 જેટલા કર્મચારીઓને સંડોવણી બહાર આવવા પામી છે. જેમાં ફાયર વિભાગનાં ત્રણ કર્મચારીઓ અને ટાઉન પ્લાનિંગ વિભાગનાં પાંચ કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું તપાસમાં ઘટસ્ફોટ થવા પામ્યો હતો.
અત્યાર સુધી કોની કોની ધરપકડ થઈ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં પોલીસે અત્યાર સુધી કુલ 8 લોકોની ધરપકડ કરી છે. જેમાં ટાઉન પ્લાનિંગ શાખાનાં પૂર્વ મુખ્ય ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપીઓ રાજેશ મકવાણા, ગૌતમ જોશી, જયદીપ ચૌધરી, મુકેશ મકવાણા અને ફાયર વિભાગનાં ઈલેશ ખેર, રોહિત વિગોરા અને ઠેબાની ધરપકડ કરવામાં આવી છે.