– રશિયન દળોએ હત્યાકાંડ આચર્યાની શંકા
રશિયા-યુક્રેન યુદ્ધમાં સેંકડો સામાન્ય નાગરિકોનો પણ ભોગ લેવાયો હોય તેમ યુક્રેનમાં વધુ એક સામુહિક કબર મળી આવી છે તેમાં 200 મૃતદેહો દફનાવવામાં આવ્યા હોવાનું જાહેર થયુ છે.
- Advertisement -
રશિયા સામે અંદાજીત છ મહિનાથી ચાલતા યુદ્ધમાં યુક્રેનમાંથી આ બીજી સામુહિક કબર મળી આવી છે. યુક્રેનના લીમનમાંથી મળેલી સામુહિક કબરમાં 200 લોકોનું દફન થયાનું અને તમામ સામાન્ય નાગરિકો જ હોવાનું ખુલ્યુ છે. કેવા સંજોગોમાં તેઓના મોત થયા હતા તે સ્પષ્ટ નથી.
આ પુર્વે ગત મહિને યુક્રેનના ઈઝીયમમાંથી પણ સામુહિક કબર મળી હતી. આજે જે સામુહિક કબરનો ખુલાસો થયો છે તે વિસ્તારને તાજેતરમાં જ યુક્રેને રશિયાના કબ્જામાંથી છોડાવ્યુ હતું.
સામુહિક કબરમાં નાગરિકો ઉપરાંત થોડાક જવાનો પણ હોવાનું ખુલ્યુ છે. જો કે દફન લોકોનો વાસ્તવિક-સચોટ આંકડો હજુ સ્પષ્ટ નથી. એક અધિકારીએ 180 મૃતદેહો હોવાનું કહ્યું હતું.
- Advertisement -
યુદ્ધ મોરચે રશિયનદળો નાગરિકોને પણ નિશાન બનાવીને હત્યાકાંડ આચરતા હોવાનું અનેક વખત યુક્રેન જાહેર કરી જ ચૂકયુ છે. પરંતુ દર વખતે રશિયા આ આરોપને નકારે છે. કીવ તથા મારીપૌલમાં પણ અગાઉ સામુહિક કબર મળી હતી.



