લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. સાતમી મેના રોજ ત્રીજા તબક્કા થવાનું છે, તેને લઈને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન પંજાબમાં કોંગ્રેસે તેના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પંજાબમાં પોતાના 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव 2024 के लिए पंजाब के कांग्रेस उम्मीदवारों की लिस्ट। pic.twitter.com/oMi4XJcubL
- Advertisement -
— Congress (@INCIndia) April 29, 2024
લુધિયાણાથી અમરિંદર સિંહ રાજા વારિંગને ટિકિટ મળી
- Advertisement -
કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગને લુધિયાણાથી ટિકિટ આપી છે. કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાને ગુરદાસપુરથી ઉમેદવાર બનાવ્યા છે. ખદૂર સાહિબ બેઠક પરથી વર્તમાન સાંસદ જસવીર સિંહ ગિલની ટિકિટ કાપીને તેમના સ્થાને કુલબીર સિંહ ઝીરાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી વિજય ઈન્દર સિંઘલાને આનંદપુર સાહિબ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ વખતે આ બેઠક પરથી વર્તમાન સાંસદ મનીષ તિવારીને ચંડીગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પંજાબની તમામ 13 લોકસભા સીટો માટે પહેલી જૂને મતદાન થશે.