NCP-શરદ પવાર જૂથના નેતાએ મહારાષ્ટ્રના શિરડીમાં એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, “ભગવાન રામ શાકાહારી નહોતા, તેઓ માંસાહારી હતા.’
એક તરફ અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો બીજી તરફ રામના નામે રાજકીય બયાનબાજી પણ કરવામાં આવી રહી છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે કંઈક એવું કહ્યું છે જેના કારણે તેમની ધરપકડની માંગ થઈ રહી છે.
- Advertisement -
NCP-શરદ પવાર જૂથના નેતા ડૉ. જીતેન્દ્ર આવ્હાડે બુધવારે મહારાષ્ટ્રના શિરડીમાં એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, “ભગવાન રામ શાકાહારી નહોતા, તેઓ માંસાહારી હતા.’ જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે ભગવાન રામ ક્ષત્રિય હતા અને તેમનું ભોજન માંસાહારી હતું. તેમણે એમ પણ કહ્યું કે દેશના 80 ટકા લોકો માંસાહારી છે તો શું તેઓ રામભક્ત નથી? આ નિવેદનની મહારાષ્ટ્ર ભાજપ અને અજીત જૂથ દ્વારા નિંદા કરવામાં આવી છે. અજિત જૂથના કાર્યકરોએ NCP નેતાની ધરપકડની માંગ કરી હતી.
જીતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, ’14 વર્ષ સુધી જંગલમાં રહેનાર વ્યક્તિ શાકાહારી ખોરાક શોધવા ક્યાં જશે? શું આ સાચું છે કે નહીં (લોકોને પ્રશ્ન કર્યો)?” વધુમાં બોલ્યા કે ‘રામ અમારા છે, બહુજનોના છે, રામ શિકાર કર્યા પછી જમતા હતા, તમે ઈચ્છો છો કે અમે શાકાહારી બનીએ, પરંતુ અમે રામને આદર્શ માનીએ છીએ અને મટન ખાવું એ રામનો આદર્શ છે. તે શાકાહારી નહીં પરંતુ માંસાહારી હતા.”
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. તેજસ્વી યાદવે કટાક્ષ કરતા કહ્યું કે ભગવાન રામને મોદીજિની જરૂર છે, રામ ઇચ્છે તો તેઓ પોતે જ દરેક જગ્યા પર એમનું મંદિર ન બનાવી લે?, પણ નરેન્દ્ર મોદી બતાવી રહ્યા છે કે તેમણે ભગવાન રામને ઘર આપ્યું છે. મહેલ બનાવ્યો. આ બધી નકામી વાતો છે.’
- Advertisement -
અયોધ્યા રામ મંદિર પર મીડિયા સાથે વાત કરતી વખતે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું, “… રામ લલ્લાની તે પ્રતિમા ક્યાં છે જેના પર આખી લડાઈ થઈ? તે પ્રતિમા શા માટે સ્થાપિત કરવામાં ન આવી?… નવી પ્રતિમા શું જરૂર છે?
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં સિદ્ધારમૈયાને આમંત્રિત ન કરવા અંગે એક પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના નેતા અંજનેયાએ કહ્યું, “સિદ્ધારમૈયા સ્વયં ભગવાન રામ છે.” તેઓએ અયોધ્યા જઈને રામની પૂજા શા માટે કરવી જોઈએ? સિદ્ધારમૈયા તેમના મૂળ ગામ સિદ્ધારમહુન્ડી સ્થિત મંદિરમાં ભગવાન રામની પૂજા કરશે. અયોધ્યામાં તો ભાજપના ભગવાન રામ છે.