જયપુરમાં સમેદ શિખર માટે આમરણાંત ઉપવાસ પર હતા
સંતે કહ્યું- ‘આ રીતે જ બલિદાન આપતા રહીશું’
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સંમેદ શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાનો મુદ્દો વકરી રહ્યો છે. દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને અનેક જૈન સાધુઓ ઉપવાસ પર બેઠા છે. જયપુરમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા વધુ એક જૈન સાધુએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. મોડી રાત્રે મુનિ સમર્થ સાગરનું નિધન થયું. સમ્મેદ શિખરને લઈને છેલ્લા ચાર દિવસમાં બે જૈન મુનિઓએ દેહ છોડ્યો હતો. અગાઉ જૈન ઋષિ સુજ્ઞેય સાગરે પોતાનું બલિદાન આપ્યું હતું.
જો કે, ગઈકાલે જ કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી સંમેદ શિખરને પ્રવાસન સ્થળ બનાવવાના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. આ સાથે આ મુદ્દે એક કમિટી પણ બનાવવામાં આવી છે.
કેન્દ્રએ ઝારખંડ સરકારને પણ આ મુદ્દે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. સંમેદ શિખરને પ્રવાસન સ્થળ બનાવવાના નિર્ણયથી જૈન સમુદાયમાં ભારે નારાજગી હતી.
આજે સમાધિ અપાશે
આચાર્ય સાગર મહારાજના શિષ્ય મુનિ સમર્થ સાગર સાંગીજી દિગંબર જૈન મંદિર, સાંગાનેર, જયપુરમાં આમરણાંત ઉપવાસ પર હતા. આ મંદિરમાં જૈન સાધુ સુજ્ઞેય સાગરે મંગળવાર, 3જી ડિસેમ્બરે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આચાર્ય સુનિલ સાગર મહારાજ મંદિરમાં રોકાયા છે અને તેમની હાજરીમાં આજે જૈન વિધિ સાથે મુનિ સમર્થ સાગરને સમાધિ આપવામાં આવી હતી.