મરનાર ગેંગસ્ટર રોહિણી કોર્ટ શુટઆઉટનો આરોપી: ગેંગવોરમાં એક શખ્સ ઘાયલ
ખાસ-ખબર સંવાદદાતા
અહીની તિહાર જેલમાં આજે સવારે ગેંગવોરમાં ગેંગસ્ટર સુનિલ ઉર્ફે ટિલ્લુ તાજપુરીયાની હત્યા થઈ હતી. ટિલ્લુ પર સુયાથી વાર કરવામાં આવ્યો હતો તેને ઘાયલ અવસ્થામાં ડીડીયુ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં તેનુ મોત થયુ હતું. જેલના અધિકારીનાં જણાવ્યા મુજબ દિલ્હીની રોહીણી કોર્ટે શુટઆઉટ આરોપી ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરીયા પર હરીફ ગેંગના સાગ્રીતો યોગેશ ટુંડા અને અન્યોએ તિહાર જેલમાં હુમલો કરીને હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ગેંગવોરમાં ઘાયલ રોહીત નામના એક યુવકની સારવાર ચાલી રહી છે. તે ખતરાની બહાર છે. યોગેશ ટુંડા પર હુમલાનો આરોપ: ગોગી ગેંગ સાથે જોડાયેલા ટુંડા પર ટિલ્લુ તાજપરીયા પર હુમલો કરવાનો આક્ષેપ છે. ઉલ્લેખનીય છે કે ગોગીની અગાઉ રોહીણી કોર્ટનાં પરિસરમાં હત્યા થઈ ચુકી છે. ત્યારે તેનો આરોપ ટિલ્લુ પર હતો.ટિલ્લુ અને ગોગી ગેંગ બહારનાં દિલ્હી વિસ્તારમાં સક્રિય હતા.બન્ને ગેંગનાં મુખિયાનાં આપસમાં ઝઘડામાં આ હત્યાની વાત બહાર આવી છે.એક મહિનામાં તિહાર જેલમાં ગેંગવોરની આ બીજી ઘટના છે.આ પહેલા પ્રિન્સ તેવરીયાની હત્યા થઈ હતી.