માંગરોળના બોરસરા ગામે નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી, ગ્રામજનોએ અર્ધનગ્ન હાલતમાં પીડિતાને હોસ્પિટલ પહોંચાડી, 3 પરપ્રાંતીય આરોપીની ઓળખ
નવરાત્રિમાં દેવીસ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરત
બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતાં ગુજરાતમાં આક્રોશ છે. માંગરોળના બોરસરાં ગામે વડોદરા પેટર્નથી 3 નરાધમે પહેલા સગીરાના મિત્રને માર મારીને ભગાડી મૂક્યો, તે પછી એક બાદ એક નરાધમે સગીરાને પીંખી. પીડિતાના મિત્રએ જાણ કરતાં ગ્રામજનોએ પહોંચી અર્ધનગ્ન હાલતમાં સગીરાને હોસ્પિટલ પહોંચાડી હતી. આ નરાધમો દુષ્કર્મ બાદ પીડિતા અને તેના મિત્રનો મોબાઇલ પણ લઇ ગયા હતા. ઘટના બાદ પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી લીધી છે અને જલ્દી જ આરોપીઓનું પગેરું મેળવી તેમની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સામૂહિક દુષ્કર્મ મામલે માહિતી આપતા સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરાં ગામની સીમમાં ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે 3 શખસ અચાનક આવી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરેલાનું અને દુષ્કર્મના પ્રયાસ કરવાની જાણ થતાં જ કોસંબાની પોલીસ ટીમ, સુરત ગ્રામ્ય ઉુ.જઙ, કઈઇ, જઘૠ, પેરોલ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ રેન્જ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની માહિતી મેળવી હતી.
- Advertisement -
આ ઘટના ખૂબ જ સંવેદનશીલ હતી એટલે તમામ ટીમો મોડી રાત્રીથી જ કાર્યરત છે અને પોલીસ આ ઘટનામાં સઘન તપાસ કરી રહી છે. આ ઘટનામાં પીડિતા તેમજ તેના મિત્રને કોઈ ઈજા પહોંચી નથી, સામાન્ય બે-ત્રણ થપ્પડ મારી હોવાનું જાણવા મળ્યું છે. પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે.
કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા ઇગજની સેક્શન 70(2), 115(2), સેક્શન 54, સેક્શન 309(4) જેમાં લૂંટનો પણ સમાવેશ થાય છે કારણે કે પીડિતા તેમજ તેના મિત્રના મોબાઈલ ફોન પણ આ 3 નરાધમો લઈ ગયા છે. 352, 351(3) આ તમામ ઇગજની કલમો તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોસંબા પોલીસ ઈન્સપેક્ટર આ કેસમાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર છે, તેમજ અલાયદી ટીમની રચના કરવામાં આવી છે. જેમાં Dy.SP આર.આર. સરવૈયા, કામરેજ ડિવીઝનના LCB PI, SOG PI, પેરોલ PI, AHTU PIની એક ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે.
પોલીસ આ ઘટનામાં ગઈકાલે રાત્રિથી જ સઘન તપાસ કરી રહી છે. પોલીસને શંકાસ્પદ બાઈક મળી છે તેના આધારે 2 આરોપીની ઓળખ પણ કરી લીધી છે. આ 2 આરોપી પકડાઈ જવાથી ત્રીજા આરોપીની ઓળખ અને તેને પણ પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.