નકલી DySP બની રોફ જમાવનાર પોલીસના હાથે ચડયો
વિનીત દવે નામના શખ્સે 2.11 કરોડની છેતરપિંડી સામે આવી: ફેમિલી કોર્ટના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો: રાજ્યના 17 જેટલા લોકોને પોલીસમાં નોકરી આપવાની લાલચે છેતર્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશ અને રાજ્યમાં નકલી બનીને રોફ જમાવતા અનેક શખ્સો ઝડપાયાના બનાવો સામે આવ્યા છે તાજતેર માંજ જૂનાગઢ પોલીસે મંત્રીના નકલી પીએ બનીને એમએલએ ગુજરાત લખેલ કાર સાથે એક શખ્સની ધરપક્કડ કરી હતી ત્યારે વધુ એક શખ્સ જૂનાગઢ પોલીસના હાથે ચડયો છે વિનીત બંસીલાલ દવે નામના શખ્સ નકલી ડીવાયએસપી બનીને રોફ જમાવનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે જૂનાગઢમાંથી ઝડપાયેલ નકલી ડીવાયએસપી વિનીત દવે જૂનાગઢ ફેમેલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. વિનીત બંસીલાલ દવે ઉ.37 નામના શખ્સે પોલીસના કાર્ડ પર પોતાનો ફોટો ચોટાડીને નકલી ડીવાયએસપીનું કાર્ડ બનાવ્યું હતું અને લોકોને પોલીસમાં નોકરી આપવાની લાલચ આપીને અંદાજિત રૂ.2.11 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવતા વિનીત દવેની ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલ તથા સ્ટાફ દ્વારા ધરપકડ કરીને એ.ડીવીઝન પોલીસમાં ગુનોહ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મળેલી હકીકતના આધારે ડીવાયએસપીનું નકલી કાર્ડ બનાવી વિનીત દવે નામના શખ્સને એમજી રોડ પર ઉભો હતો. ત્યારે પોલીસે ઝડપી લેતા તેની પાસેથી પોલીસના નકલી આઈ કાર્ડ મળ્યા હતા. પોલીસ પુછપરછમાં વિનીત દવે અમદાવાદનો રહેવાસી છે અને જૂનાગઢ ફેમેલી કોર્ટમાં ફરજ બજાવતો જેમાં ફરજ પર હાજર નહીં રહેતા હાલ છૂટો કરી દેવામાં આવ્યો છે પોલીસની વધુ પુછપરછમાં તેને રાજ્યના અલગ અલગ જિલ્લાના કુલ 17 લોકોને પોલીસમાં નોકરી આપવાની લાલચ આપીને કુલ રૂ.2,11,50,000ની છેતરપિંડી કરી હોવાનું સામે આવતા પોલીસે આઈપીસી કલમ 406, 465, 468, 471, 170 મુજબ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધી વધુ તપાસ હાથધરી છે.
નકલી DySP બની બેઠેલા શખ્સના વધુ કરતૂતો બહાર આવશે
જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે નકલી ડીવાયએસપીના કાર્ડ બનાવી રાજ્યના અનેક જિલ્લાના લોકોને પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. 17 લોકો સાથે 2.11 કરોડની છેતરપીંડી કર્યાનું સામે આવ્યુ છે. પોલીસે ધરપકડ કરેલ વિનીત દવે નામના શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે ત્યારે રિમાન્ડ દરમિયાન હજુ વધુ છેતરપીંડી કર્યાનું સામે આવવાની શકયતાઓ સેવાઇ રહી છે. વિનીત દવે પાસેથી પોલીસના નકલી કાર્ડ મળી આવ્યા હતા. ત્યારે પોલીસ હજુ વધુ ઉંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે.