રાજકોટ-અમદાવાદ હાઇવે પર શેમ્પુની ફેક્ટરીમાં આગ લાગતાં 7 ફાયર ફાઇટર ઘટનાસ્થળે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં આવેલ દિવેલીયા વિસ્તારમાં આવેલી શેમ્પુ બનાવતી ફેકટરીમાં બપોરના 12 વાગ્યે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ત્યાર બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અલગ અલગ 7 ફાયર ફાઇટરે ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. આમ આગ 2 કલાકમાં જ 80 ટકા જેટલી કાબૂમાં આવી ગઈ હતી. અંદરના ભાગે કેમિકલ પણ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.