મહિલા સમાનતા દિવસ પર તાલિબાને ફરી એકવાર મહિલાઓ માટે નવું ફરમાન જાહેર કયુ છે. નેશનલ પાર્કમાં તેના પ્રવેશ પર પ્રતિબધં મુકવામાં આવ્યો છે. મહિલાઓ હિજાબના નિયમોનું પાલન કરતી ન હતી. ઇસ્લામિક નિયમો લાગુ કરવા માટે જવાબદાર મંત્રાલયે આ આદેશ જાહેર કર્યેા છે.
મહિલાઓ પર અત્યાચાર માટે જાણીતા તાલિબાને ફરી એકવાર મહિલાઓ માટે નવો આદેશ જાહેર કર્યેા છે. બામિયાન દેશનું પહેલું રાષ્ટ્ર્રીય ઉધાન છે, યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબધં છે. તાલિબાને કહ્યું કે બેન્ડ–એ–અમીર પાર્કમાં મહિલાઓ હિજાબના નિયમોનું પાલન કરતી નથી. ઈસ્લામિક નિયમો લાગુ કરવા માટે જવાબદાર મંત્રાલયે પરિણામ બાકી હોય ત્યાં સુધી ધાર્મિક મૌલવીઓ અને સુરક્ષા એજન્સીઓ પર પ્રતિબધં મૂકવાનો આદેશ આપ્યો છે.
- Advertisement -
બેન્ડ –એ–અમીર પાર્ક અફઘાનિસ્તાનમાં એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. ૨૦૦૯માં તેને દેશનો પ્રથમ રાષ્ટ્ર્રીય ઉધાન જાહેર કરવામાં આવ્યુ હતું . સામાન્ય રીતે લોકો તેમના પરિવાર સાથે અહીં આવતા હતા અને આનદં માણતા હતા. અહી આવતા અમુક પરિવાર માં કેટલાક કિસ્સાઓમાં મહિલાઓ હિજાબ, નકાબ અને અબાયા પહેરતી ન હતી. તેનાથી નારાજ થઈને તાલિબાને તેના પાર્કમાં પ્રવેશ પર પ્રતિબધં લગાવી દીધો હતો. તાલિબાનના આ નિર્ણય બાદ પાર્કમાં આવનારા પરિવારોની સંખ્યામાં ઘટાડો થશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે હવે આ પાર્કમાં ઓછા લોકો આવશે. સામાન્ય રીતે તે સાંજે પરિવાર સાથે આવતો હતો.
યુનેસ્કોએ પણ બામિયાન પ્રાંતમાં સ્થિત બેન્ડ –એ–અમીર નેશનલ પાર્કની સુંદરતાની પ્રશંસા કરી છે. આ ઉધાન તળાવો, પર્વતો અને ઉત્તમ માળખાઓથી ઘેરાયેલું છે. લોકો તેમના પરિવાર સાથે અહીં બોટિંગ અને તળાવ પર ફરવા આવતા હતા. બામિયાનમાં ધાર્મિક નેતાઓએ કહ્યું કે પાર્કમાં જતી મહિલાઓ હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. બામિયાન શિયા ઉલેમા કાઉન્સિલે કહ્યું કે હિજાબ ન પહેરવા અને ખોટી રીતે હિજાબ પહેરવાની ફરિયાદો મળી છે. આ લોકો બામિયાના નથી અને તે મહિલાઓ બહારથી આવી હતી