વાદળ ફાટ્યું ત્યાં બંને બાજુથી રસ્તો તૂટી ગયો જતાં રેસ્ક્યૂ ટીમ પગપાળા જ ઘટનાસ્થળે પહોંચી અને કાટમાળમાંથી ચાર મૃતદેહોને બહાર કાઢ્યા
હિમાચલ પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ થયો છે. આ તરફ સોલન જિલ્લાના કંડાઘાટ ઉપ-વિભાગના મામલિગ ઉપ-તહેસીલના જાડોન ગામમાં 1.30 વાગ્યે વાદળ ફાટવાને કારણે બે ઘરો અને એક ગૌશાળા ધોવાઈ ગઇ છે. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અન્યની શોધ ચાલુ છે. પરિવારના બે સભ્યો રિતુ રામ અને કમલેશને બચાવી લેવામાં આવ્યા છે. કુલ સાત લોકોના મોત થયા છે.
- Advertisement -
બંને બાજુથી રોડ બ્લોક કરી દેવામાં આવ્યો
આ તરફ કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાં આ વાદળ ફાટ્યું છે ત્યાં બંને બાજુથી રસ્તો તૂટી ગયો છે અને તેના કારણે રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે રેસ્ક્યુ ટીમ પગપાળા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી ચાર મૃતદેહોને બહાર કાઢ્યા હતા. કાટમાળમાંથી એક નાની બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. આ તમામ એક જ પરિવારના સભ્યો હોવાનું કહેવાય છે.
Devastated to hear about the loss of 7 precious lives in the tragic cloud burst incident at Village Jadon, Dhawla Sub-Tehsil in Solan District. My heartfelt condolences go out to the grieving families. We share in your pain and sorrow during this difficult time. We have directed…
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 14, 2023
- Advertisement -
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
સોલનમાં વાદળ ફાટવાથી સાત લોકોના મોત પર સીએમ સુખવિંદર સિંહ સુખુએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું છે કે વાદળ ફાટવાના કારણે જાડો ગામમાં સાત લોકોના મોત થયા છે. અમે પ્રશાસનને તમામ શક્ય મદદ આપવાનો આદેશ આપ્યો છે. આ એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના છે અને તે ખૂબ જ મુશ્કેલ સમય છે.
VIDEO | Heavy rainfall causes flood-like situation in Maldevta area of Dehradun, Uttarakhand. pic.twitter.com/UVoKZf4QYy
— Press Trust of India (@PTI_News) August 14, 2023
ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદ
આ તરફ ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં વાદળ ફાટવાથી વરસાદ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાલુ છે. હિમાચલના ઘણા ભાગોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનથી ડઝનબંધ રસ્તાઓ બંધ થઈ ગયા છે.
VIDEO | Severe waterlogging in Dehradun as rainfall continues to lash parts of Uttarakhand. pic.twitter.com/FHAEgQlUsT
— Press Trust of India (@PTI_News) August 14, 2023
3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર આગામી 72 કલાક સુધી ભારે વરસાદની સંભાવના છે. શિમલા, કાંગડા, ચંબા, હમીરપુર, બિલાસપુર, મંડી, કુલ્લુ અને સોલન જિલ્લામાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
VIDEO | Dehradun Defence College building in Uttarakhand's Maldevta collapses amid incessant rainfall. More details are awaited.
(Source: Third Party) pic.twitter.com/YUZJozBkGz
— Press Trust of India (@PTI_News) August 14, 2023
આજે શાળા-કોલેજ બંધ, પરીક્ષાઓ રદ
ભારે વરસાદને જોતા હિમાચલમાં આજે તમામ શાળા-કોલેજો બંધ છે. આ સાથે યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. અવિરત વરસાદને જોતા પોલીસે પણ એડવાઈઝરી જાહેર કરી છે. પ્રશાસને લોકોને ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપી છે. ઉપરાંત, રાત્રે મુસાફરી પર પ્રતિબંધ છે. નદીઓ અને નાળાઓથી દૂર રહેવા અને સાવધાની સાથે વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં જવાની સખત મનાઈ છે.