જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા ગુરુ દત્તાત્રેયના શિખર પર રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં બે જૈન શ્રાવકે 15 ઓગસ્ટ 1947 બાદ થયેલા બાંધકામ દૂર કરવા આદેશ આપવાની માગણી કરતો દાવો જૂનાગઢની કોર્ટમાં કર્યો છે. આ અંગેની પ્રસિદ્ધ થયેલી નોટિસને પગલે આગામી દિવસોમાં આ વિવાદ વકરવાની ભીતિ સર્જાઇ છે. રાજસ્થાનના અલ્વરના ખીલીમલ મહાવીરપ્રસાદ જૈન અને મધ્યપ્રદેશનાં ગ્વાલિયરના સુભાષચંદ્ર કપુરચંદ જૈનએ પોતાના વકીલ મારફત જૂનાગઢના મુખ્ય સિનિયર સિવીલ જજની કોર્ટમાં એક દાવો દાખલ કર્યો છે.ગુજરાત સરકારને સામાવાળા તરીકે રાખ્યા છે. આ અંગેની નોટિસ અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નોટિસમાં ગુરુ દત્તાત્રેયના શિખરને પાંચમી ટૂંક તરીકે ઓળખાવી તેના પર 22મા તીર્થંકર નેમિનાથજીના દર્શન અને પૂજામાં અડચણ અટકાયત ન કરે, તેમના પગલાંમાં કોઇ ફેરફાર ન કરે, પ્લાસ્ટરથી ચોંટાડેલ ભગવાન નેમિનાથની પ્રતિમામાં કોઇ ફેરફાર કે અડચણ ન કરે એવી માગણી કરાઇ છે. તા. 15 ઓગસ્ટ 1947 બાદ કરવામાં આવેલું બાંધકામ દૂર કરી એ તારીખની સ્થિતિએ પુન:સ્થાપિત કરવામાં આજ્ઞાત્મક મનાઇ હુકમ કરવામાં આવે. આ દાવામાં રસ અને હિત ધરાવતા કોઇપણ વ્યક્તિ, સંસ્થા કે કોઇને વાંધો તકરાર હોય તો દાવામાં પક્ષકાર તરીકે જોડવા તા.8 ડિસે. 2022ના રોજ સવારે 10:30 વાગ્યે હાજર રહેવા જણાવાયું છે.
ગિરનાર પર ગુરુ દત્તાત્રેય શિખર મુદ્દે ફરી વિવાદ છેડાયો

Follow US
Find US on Social Medias