અગાઉ કાર ચડાવી દઈ કચડી મારવાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટના પંચનાથ જૈન દેરાસરમાં કારખાનેદાર ઉપર હુમલો કરનાર શખસ ભાવેશ ગોલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે શહેરમાં કોઠારિયા રોડ પર હરી ધવા માર્ગ પર અયોધ્યા સોસાયટીમાં રહેતા કારખાનેદાર અમિતભાઈ પર દોઢેક મહિના અગાઉ કાર ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ થતા ભક્તિનગર પોલીસમાં નોંધાઈ છે પંચનાથના દિગંબર જૈન દેરાસરમાં થયેલા હુમલાના સીસીટીવી સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.
- Advertisement -
રાજકોટના મવડી આસ્થા રેસિડેન્સી પાસેના ગોવિંદરત્ન સોસાયટીમાં રહેતા મયૂરભાઇ પરસોતમભાઇ સગપરિયાએ ભાવેશ ગોલ સામે ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા મોટા ભાઇ અમિતભાઇ તા.1-7ના રોજ સવારે ફોન કર્યો હતો જેમાં તે હરી ધવા માર્ગ પરથી બાઇક લઇને કારખાને જતા હતા ત્યારે એક કારે ઠોકર મારી હતી. જેથી પોતે પડી જતાં કારચાલકે ફરી પુરપાટ ઝડપે કાર માથે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને નાસી ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી તેમને ઇજા થઇ હોય હોસ્પિટલે લઇ ગયા હતા. બાદમાં અકસ્માત કરી નાસી જનાર કારચાલક ભાવેશ વિનોદ ગોલ હોવાનું બહાર આવ્યું હતું. ભાવેશએ અગાઉ મારા ભાઇ પર છરી વડે હુમલો હતો. 8 માસ પૂર્વે પણ માથાકૂટ થઈ હોય જેમાં પોલીસે તાજેતરમાં અટકાયત કરી હોવાનો ખાર રાખી આ હુમલો કર્યાનું જણાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.



