RBIએ રેપો રેટમાં 0.50% વધારો કરવાની જાહેરાત કરી છે. આ અંગે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, હવે RBIનો રેપો રેટ 5.4%થી વધીને 5.9% થઈ ગયો છે.
આરબીઆઈ ગવર્નર (RBI Governor)એ ત્રણ દિવસ (28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર) સુધી ચાલેલી MPC બેઠક પછી રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે. RBIએ રેપો રેટમાં 0.50% વધારો કરવાની જાહેરાત કરી છે. હવે RBIનો રેપો રેટ 5.4% થી વધીને 5.9% થઈ ગયો છે.
- Advertisement -
ઓગસ્ટમાં પણ કરાયો હતો વધારો
આપને જણાવી દઈએ કે, અગાઉ ઓગસ્ટમાં આરબીઆઈએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. મે મહિનામાં મળેલી MPCની બેઠકમાં પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.90% કરવામાં આવ્યો હતો.
During the current FY upto Sept 28, the US dollar has appreciated by 14.5% against a basket of major currencies. The movement of the Indian Rupee has however been orderly compared to most other countries; Indian Rupee depreciated by 7.4% against US dollar: RBI Gov Shaktikanta Das pic.twitter.com/G5L9INKP23
— ANI (@ANI) September 30, 2022
- Advertisement -
RBI ગવર્નર શક્તિકાંત દાસે આપી માહિતી
સેન્ટ્રલ બેંક (Central Bank) દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરાશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે આ નિર્ણયની માહિતી આપી છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે, મોંઘવારીનું જોખમ હજુ પણ યથાવત છે. તેમણે કહ્યું કે, પડકારજનક સમયમાં દેશની આર્થિક સ્થિતિ મજબૂત છે. આપણો જીડીપી ગ્રોથ સૌથી શ્રેષ્ઠ છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે, આખી દુનિયા સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે. ફાઈનાન્સિયલ માર્કેટના તમામ સેગમેન્ટમાં ઉથલ-પાથલ છે. તેમણે જણાવ્યું કે, તહેવારો દરમિયાન માંગમાં વધારો થવાની અપેક્ષા છે.
પાંચ સભ્યોએ રેપો રેટ વધારવાની તરફેણમાં આપ્યો નિર્ણય
તેમણે કહ્યું કે, MPCના છમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ વધારવાની તરફેણમાં નિર્ણય આપ્યો છે. તેમણે કહ્યું કે, સરકારી ખર્ચ વધવાથી લિક્વિડિટીમાં સુધારો થશે. FY23માં ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. રિયલ જીડીપી ગ્રોથનું અનુમાન FY23 માટે 7 ટકા છે.