કાનપુરથી શુક્લાગંજ જવાના રસ્તામાં ગંગા નદી પર બનેલો અંગ્રેજોના જમાનાનો આ બ્રિજ આઝાદીની લડતનો સાક્ષી પણ રહ્યો છે. એકવાર ક્રાંતિકારીઓ જયારે ગંગા પાર કરી રહ્યા હતા, ત્યારે અંગ્રેજોએ આ પુલ પરથી તેમના પર ગોળીબાર કરી દીધો હતો.
ગંગા પુલનું ઐતિહાસિક મહત્ત્વ છે, એટલા માટે મહાનગરપાલિકા તેની જાળવણી કરી રહ્યું હતું. આ પુલને હેરિટેજ તરીકે દર્શાવવા માટે તેના બ્યુટીફિકેશનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ મંગળવારે પુલનો એક ભાગ (લગભગ 80 ફૂટ) તૂટીને ગંગાના પાણીમાં સમાઈ ગયો.
- Advertisement -
આ ગંગા પુલની ખાસિયત હતી કે તેના ઉપરથી વાહનો ચાલતા હતા અને નીચેથી સાયકલ અને રાહદારીઓ પસાર થતા હતા. એવું કહેવાય છે કે અંગ્રેજોના સમયે કાનપુરથી લખનૌ જનારા લોકો માટે આ પુલ એકમાત્ર રસ્તો હતો. લોકો કાનપુરથી ઉન્નાવ થઈને જ લખનૌમાં પ્રવેશતા હતા. જો કે, તેના થાંભલાઓમાં પડેલી તિરાડોને કારણે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ પુલને જોખમી ગણીને PWD દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. શુક્લાગંજ અને કાનપુરના બંને છેડે દિવાલો ઉભી કરી દેવામાં આવી હતી. લોકોની અવરજવર બંધ હતી.
સ્વતંત્રતા સંગ્રામનો સાક્ષી હતો આ પુલ
- Advertisement -
જે બાદ જિલ્લા પ્રશાસને આ પુલને ચાલુ કરવાનો સંપૂર્ણ ઇનકાર કરી દીધો હતો. આજે એ જ વાત સાચી સાબિત થઈ, જ્યારે વહેલી સવારે ગંગા પુલનો મોટો ભાગ તૂટી પડ્યો. આ પુલ નીચે લોખંડનો બનેલો હતો જ્યારે ઉપર સિમેન્ટનો હતો. પોલીસનું કહેવું છે કે બ્રિજમાં વધુ તિરાડો છે, તેથી તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આની પર ચાલવા આવતા લોકોને પણ રોકી દેવામાં આવ્યા છે.
1875 માં થયું હતું આ પુલનું નિર્માણ
એવું કહેવામાં આવ્યું કે અંગ્રેજોએ કાનપુરને ઉન્નાવ-લખનૌ સાથે જોડવા માટે 1875માં આ ગંગા પુલનું નિર્માણ કરાવ્યું હતું. બાંધકામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એન્જિનિયરોએ કરાવ્યું હતું. તેને બનાવવામાં 7 વર્ષ અને 4 મહિનાનો સમય લાગ્યો હતો. મૈસ્કર ઘાટ પર પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. અંગ્રેજોએ ટ્રાફિક માટે આ પુલનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર બાદ 1910માં આ પુલની નજીક ટ્રેનોના સંચાલન માટે એક રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ પુલ પરથી દરરોજ 22 હજાર ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર સહિત 1.25 લાખ લોકો પસાર થતા હતા. 12 મીટર પહોળા અને 1.38 કિલોમીટર લાંબા પુલ પર લોકોની અવરજવર જોવા મળતી હતી.