બે જુથો સામસામા આવી ગયા : પરિસ્થિતિ કાબુમાં લેવા પોલીસે બળપ્રયોગ કર્યો
જામા મસ્જીદ ચોક પાસે કેટલાંક અસામાજીક તત્વોનો પથ્થરામારો
- Advertisement -
તૈનાત સુરક્ષા દળોએ સ્થિતિ પર કાબુ મેળવ્યો
ઝારખંડનાં હજારીબાગમાં ફરી બબાલની ખબર આવી છે. અહી રામનવમીને લઈને કાઢવામાં આવેલ મંગલા જુલુસ દરમ્યાન બે સમુદાયો સામસામા આવી ગયા હતા અને પથ્થરમારો તોડફોડ થયા હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા પથ્થરમારો કર્યો હતો. હાલ પરિસ્થિતિ સામાન્ય છે. ડેપ્યુટી કમિશ્નર નેન્સી સહાયે જણાવ્યું હતું કે, હજારીબાગમાં ઝંડા ચોક પર રામ નવમી ઉત્સવ અંતર્ગત મંગલા જુલુસ દરમ્યાન એક સમુહ કેટલાંયક ગીતો વગાડી રહ્યા હતા જેની સામે બીજા સમુહે વાંધો ઉઠાવ્યો. જેના કારણે હાથાપાઈ અને પથ્થરમારો શરૂ થયો હતો. જોકે વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળોએ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દર મંગળવારે રામનવમી પહેલા મંગલા જુલુસ કાઢવામાં આવે છે.આ વખતે જુલુસ પસાર થઈ રહ્યું હતું ત્યારે જામા મસ્જીદ ચોક પાસે કેટલાંક અસામાજીક તત્વોએ પથ્થરામારો કર્યો હતો.જેથી માહોલ તનાવપૂર્ણ થઈ ગયો હતો. આરોપીઓની ઓળખ થઈ રહી છે. આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.