By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    3 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    3 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    4 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    3 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    3 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    3 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    3 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    4 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    5 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    6 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    6 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    4 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિન પર વધુ એક સંકટ: મિલિશિયા વૈગનર ગ્રુપે જ પોકાર્યો બળવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિન પર વધુ એક સંકટ: મિલિશિયા વૈગનર ગ્રુપે જ પોકાર્યો બળવો
આંતરરાષ્ટ્રીય

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિન પર વધુ એક સંકટ: મિલિશિયા વૈગનર ગ્રુપે જ પોકાર્યો બળવો

Khaskhabar Editor
Last updated: 2023/06/24 at 11:03 AM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

પુતિનની પ્રાઈવેટ મિલિશિયા વૈગનર ગ્રુપે બળવો કરવાનો નિર્ણય લીધો, ક્રેમલિનની સુરક્ષા માટે મોસ્કોમાં ટેન્ક તૈનાત કરવાની માહિતી

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૌથી મોટી મુશ્કેલીમાં છે. એવી આશંકા છે કે, રશિયામાં બળવો થઈ શકે છે. આ સાથે ક્રેમલિનની સુરક્ષા માટે મોસ્કોમાં ટેન્ક તૈનાત કરવાની માહિતી મળી છે. સમાચાર એજન્સી TASS એ એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, સેન્ટ્રલ મોસ્કોમાં શનિવારે વહેલી સવારે લશ્કરી વાહનો જોવા મળ્યા હતા.

- Advertisement -

વૈગનર ગ્રુપે જ પોકાર્યો બળવો
મીડિયા અહેવાલો મુજબ પુતિનની પ્રાઈવેટ મિલિશિયા વૈગનર ગ્રુપે બળવો કરવાનો નિર્ણય લીધો છે. વૈગનર ગ્રુપ અને રશિયન સૈન્ય વચ્ચે તણાવ ઉભો થયો છે. રશિયા સાથે જોડાયેલા આતંકવાદી જૂથના નેતા યેવજેની પ્રિગોઝિને મોસ્કોને સજા કરવાની અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિનને વૈગનરના બોસ યેવજેની પ્રિગોઝિન દ્વારા સશસ્ત્ર બળવાના પ્રયાસ વિશે નિયમિતપણે માહિતી આપવામાં આવે છે. ક્રેમલિને કહ્યું કે,.પુતિનને આ મામલે સંરક્ષણ મંત્રાલય, આંતરિક બાબતોના મંત્રાલય અને નેશનલ ગાર્ડ પાસેથી સતત માહિતી મળી રહી છે.

વૈગનરના લીડરે કહ્યું અમે મોસ્કો જઈ રહ્યા છીએ…..
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૈગનર ગ્રુપના લીડર યેવજેની પ્રિગોઝિને યુક્રેનના બખ્મુતમાં વેગનર ટ્રેનિંગ કેમ્પ પર મિસાઈલ હુમલા માટે ક્રેમલિનને જવાબદાર ગણાવ્યું છે. આ હુમલામાં વેગનરના ઘણા લડવૈયા માર્યા ગયા હતા. પ્રિગોઝિને શપથ લીધા, “અમે મોસ્કો જઈ રહ્યા છીએ, અને જે કોઈ અમારા કેન્દ્રોમાં પ્રવેશ કરશે તેને જવાબદાર ગણવામાં આવશે.”

વૈગનર ગ્રુપના પ્રવક્તાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ઑડિયો સંદેશાઓની શ્રેણીમાં પ્રિગોઝિને કહ્યું, તેઓએ (રશિયાની સૈન્ય) અમારા શિબિરો પર મિસાઈલ હુમલા કર્યા, જેમાં મોટી સંખ્યામાં અમારા લડવૈયાઓ, અમારા સાથીઓ માર્યા ગયા. તેમણે કહ્યું, ‘પીએમસી વૈગનરની કાઉન્સિલ ઓફ કમાન્ડરોએ નિર્ણય લીધો છે. દેશની સૈન્ય નેતૃત્વ જે દુષ્ટતા લાવે છે તે બંધ થવી જોઈએ.’ આ સાથે કહ્યું, કે, જે કોઈ પ્રતિકાર કરશે-અમે તેને ખતરો ગણીશું અને તરત જ તેનો નાશ કરીશું. આપણે આ સમસ્યાનો અંત લાવવાની જરૂર છે. આ લશ્કરી બળવા નથી, પરંતુ ન્યાયની કૂચ છે.

- Advertisement -

અમારા 25 હજાર સૈનિકો મરવા માટે તૈયાર છેઃ વૈગનર ગ્રુપ
વૈગનર ગ્રૂપના વડાએ જણાવ્યું હતું કે, તેમના દળો દક્ષિણ સરહદી વિસ્તારમાં પ્રવેશ્યા હતા, વૈગનરના દળોએ રોસ્ટોવમાં સધર્ન મિલિટરી ડિસ્ટ્રિક્ટ બિલ્ડિંગ પર કબજો મેળવ્યો હતો. તેણે યુદ્ધની ઘોષણા કરવાની શૈલીમાં એમ પણ કહ્યું કે તેની 25,000 મજબૂત સેના મરવા માટે તૈયાર છે. જે બાદ રોસ્ટોવમાં રશિયન સત્તાવાળાઓએ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. દરમિયાન લિપેટ્સકના ગવર્નરે કહ્યું કે અધિકારીઓએ સુરક્ષા તકેદારી વધારવાનો નિર્ણય કર્યો છે.

Those are not Russian National Guard troops. That looks like Wagner troops entering the SMD HQ. pic.twitter.com/AC2wxAcBmJ

— Alexander S. Vindman ❎ (@AVindman) June 24, 2023

યેવજેની પ્રિગોઝિને ડુમાની તકેદારી વધારી
યેવજેની પ્રિગોઝિને વૈગનર જૂથના આ પ્રયાસને ન્યાય માટેની લડત ગણાવી. તે ઉભરી આવ્યું છે કે, વૈગનર જૂથના લડવૈયાઓ નોવોચેરકાસ્કના માર્ગ પર પ્રથમ ચેકપોઇન્ટ પસાર કરી ચૂક્યા છે. રશિયન સૈન્યનું મુખ્ય મથક નોવોચેરકાસ્કમાં છે. મોસ્કોની શેરીઓમાં સશસ્ત્ર વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, રશિયન સ્પેશિયલ ફોર્સે મોસ્કોની આસપાસ નાકાબંધી કરી દીધી છે. રશિયન લશ્કરી અધિકારીઓ ક્રેમલિન અને ડુમા, રશિયાની સંસદને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ તરફ રશિયન પુતિન વિરોધી નેતા મિખાઈલ ખોડોરકોવ્સ્કીએ રશિયનોને વૈગનરના વડા યેવજેની પ્રિગોઝિનને ટેકો આપવા વિનંતી કરી છે. યેવગાનીએ મોસ્કોના લશ્કરી નેતૃત્વનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણે કહ્યું કે જો તેણે (વૈગનરે) ક્રેમલિન પર કબજો કરવાનો નિર્ણય લીધો છે તો તેને શેતાનને મારવાની હદ સુધી સમર્થન આપો. લોકોને અપીલ કરતાં તેણે કહ્યું કે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોસ્કોના મેયર કહે છે કે, સુરક્ષાને મજબૂત કરવા માટે આતંકવાદ વિરોધી પગલાં લેવામાં આવી રહ્યા છે, જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. વોરોનેઝ અને લિપેટ્સક પ્રદેશોમાં એફએસબી (ફેડરલ સિક્યુરિટી સર્વિસ)ની ઓફિસો ખાલી કરાવવામાં આવી રહી છે. તેઓ રોસ્ટોવથી મોસ્કો જઈ રહ્યા છે.

વૈગનર ગ્રુપની રચના ક્યારે થઈ ?
વૈગનર ગ્રુપ એ રશિયન ખાનગી લશ્કરી કંપની છે, જે સમગ્ર વિશ્વમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રશિયાની તરફેણ કરે છે. આ ગ્રુપની રચના 10 વર્ષ પહેલા એટલે કે 2013માં કરવામાં આવી હતી. 2022માં આ જૂથ એક કંપની તરીકે નોંધાયેલ છે. તેનું મુખ્ય મથક સેન્ટ પીટર્સબર્ગમાં છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અનુસાર આમાં 80 ટકાથી વધુ લોકો ગુનેગાર છે. તેમની વચ્ચે ભૂતપૂર્વ સૈનિકો પણ છે. વૈગનર ગ્રુપ પોતાને રાષ્ટ્રવાદી સંગઠન કહે છે. તેમનું કહેવું છે કે, આ સંસ્થામાં દેશની સેવા કરવાની ભાવના ધરાવતા સામાન્ય લોકોની પણ ભરતી કરવામાં આવે છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલનું માનવું છે કે, હાલમાં યુક્રેનમાં લગભગ 50 હજાર વૈગનર્સ કામ કરી રહ્યા છે. જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે સીરિયાઅફઘાનિસ્તાનના લડવૈયાઓ જેવા અન્ય દેશોના લોકો પણ આ જૂથમાં જોડાઈ રહ્યા છે. આ એવા લોકો છે જેઓ પોતાનું ગુજરાન ચલાવવામાં પણ અસમર્થ છે. આવા લોકો યુક્રેનમાં આ યુદ્ધમાં રોકાયેલા છે.

કિંગપિન યેવજેની પ્રિગોઝિન કોણ છે ?
વૈગનર ગ્રૂપના નેતા યેવજેની વિક્ટોરોવિચ પ્રિગોઝિન ઘોષિત ગુનેગાર છે. અનેક મોટા ગુનાઓમાં વોન્ટેડ હતો. તેને જેલ થઈ. ત્યાંથી મુક્ત થયા પછી તેણે હોટ ડોગ્સ વેચવાનું શરૂ કર્યું. બાદમાં તે પુતિનનો રસોઇયા બન્યો.

18 આફ્રિકન દેશોમાં ફેલાયેલું નેટવર્ક
વૈગનર ગ્રુપનું નેટવર્ક 18 દેશોમાં છે. તે આ દેશોમાં એક યા બીજા પક્ષને મદદ કરી રહી છે. ઉદાહરણ તરીકે, માલીમાં તેના હજારથી વધુ સૈનિકો રશિયાની મદદથી રાષ્ટ્રપતિ બનેલા અસિમી ગોઇતા સાથે ઉભા છે. બદલામાં ગરીબ દેશ માલી તેમને દર મહિને લગભગ $10 મિલિયન ચૂકવે છે. વૈગનર ગ્રુપ વર્ષ 2017માં જ સુદાન આવ્યું છે અને સોનાની ખાણો પર સતત કબજો જમાવી રહ્યું છે. બદલામાં તે ત્યાંની અસ્થિર સરકારમાં એક વ્યક્તિને જીતાડવાનું વચન આપે છે. વેગનર ગ્રુપે મોઝામ્બિક, બુર્કિના ફાસો અને લિબિયા જેવા દરેક દેશમાં પ્રવેશ કર્યો છે, જ્યાં સોનું ઉપલબ્ધ છે.

You Might Also Like

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત

‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો

ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ

ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ

TAGGED: RUSSIA, smdhq, VAHLDIMIRPUTIN, wagnertroops
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article H1B Visaને લઇ ભારતીયો માટે સૌથી મોટા સમાચાર: વડાપ્રધાન મોદીએ કહી આ વાત
Next Article સરકારી વિભાગોમાં આધાર લિંકડ બાયોમેટ્રિક હાજરી ફરજીયાત: કર્મચારીઓની અનિયમીતતા પર અંકુશ આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?