ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાત યુથ કોંગ્રેસના મંત્રી હેમાંગ પટેલે પણ રાજીનામું આપી દિધુ છે. ગઇકાલે વિશ્વનાથ વાઘેલાએ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે સવારે યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.
વિધાનસભાની ચૂંટણી આડે હવે માંડ ગણતરીના મહિના બાકી રહ્યા છે. ભાજપ અને આપ જેવી પાર્ટીઓ રાજ્યમાં રોજ નવી સભાઓ કરીને જનતા સુધી પહોંચવા મથી રહી છે. પરંતુ આવા સમયે કોંગ્રેસ પોતાના જ કાર્યકરોથી જાણે વિમુખ થઈ રહી છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા અને બાદમાં પણ રાજીનામાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે.
- Advertisement -
ગુજરાત યુથ કોંગ્રેસને સોમવારે સાંજે વધુ એક મોટો ફટકો પડ્યો છે. ગુજરાત યુથ કોંગ્રેસના મંત્રી હેમાંગ પટેલે યુથ કોંગ્રેસમાં રાજીનામુ ધરી દીધું છે.જૂથબંધીના કારણે હેમાંગ પટેલે રાજીનામુ આપ્યાની ચર્ચાએ પણ જોર પડક્યું છે. ત્યારે ગઇકાલે વિશ્વનાથ વાઘેલાએ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે સવારે યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.