– સીંગતેલના ભાવ ફરી વધતાં ગૃહણીઓનું બજેટ ખોરવાયું
ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ઠંડી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક મોટો ફટકો પડ્યો છે. મોંધવારીના માર વચ્ચે વધુ એક ફટકો લાગ્યો હોય તેમ સીંગતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો થયો છે. સીંગતેલના 2700 ડબ્બાના ભાવ રૂ.2730 થયા અને કપાસિયા તેલમાં રૂપિયા 5 નો વધારો થયો છે.
- Advertisement -
સૂત્રોએ જણાવ્યું હતું કે, બે દિવસમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે. તો અહી નોંધનીય છે કે, છેલ્લે વર્ષ 2022ના લગભગ ડિસેમ્બર મહિનામાં તેલના ભાવમાં વધારો થયો હતો. જેમાં તે સમયે સીંગતેલના ભાવમાં ડબ્બામાં 20થી 30 રૂપિયાનો વધારો થતાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 660થી વધી 2 હજાર 700 રૂપિયા સુધી પહોંચ્યો હતો.