સ્ટોક હોલ્ડર વિશ્લેષણ બાદ 7મી ફેબ્રુઆરીથી અદાણી એન્ટરપ્રાઈઝને ઈન્ડેકસમાંથી બહાર કાઢવા નિર્ણય
અદાણી ગ્રુપમાં નાણાકીય ગેરીરીતી તથા શેરોમાં કૃત્રિમ ભાવ વધારા સહિતના સ્ફોટક આક્ષેપો સાથેના અમેરિકી રીસર્ચ એજન્સીના રીપોર્ટ બાદ ભારતની ટોચની કોર્પોરેટ કંપનીની દશા વધુને વધુ ખરાબ થઈ રહી હોય તેમ તેના શેરો સતત તૂટી રહ્યા છે. ભારતીય શેરબજારમાં આજે પણ અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરોમાં વધુ ગાબડા પડયા હતા.
- Advertisement -
બીજી તરફ અમેરીકી શેરબજારે પણ ઝટકો આપ્યો હોય તેમ ડાઉજોન્સ સસ્ટેનેબીલીટી ઈન્ડેકસમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. અદાણી ગ્રુપ સામેના રીપોર્ટ તથા હિસાબી ગોટાળા કૃત્રિમ તેજી કરાવ્યાના આક્ષેપોને પગલે ડાઉજોન્સ ઈન્ડેકસમાંથી બહાર કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આગામી 7 મી ફેબ્રુઆરીએ મંગળવારથી તે ઈન્ડેકસમાંથી બહાર થશે અત્રે ઉલ્લેખનીય છે.
કે અદાણી એન્ટરપ્રાઈઝનો ભાવ છેલ્લા સાત જ દિવસમાં 3442 થી ઘટી 1330 થઈ ગયો છે. આ સમયગાળામાં અદાણી ગ્રુપને 8 લાખ કરોડથી વધુનુ નુકશાન થયુ છે.ગ્રુપની તમામ દસ કંપનીઓના શેરો 60 ટકા સુધી નીચા આવી ગયા છે. વિદેશી એજન્સીઓએ માર્જીન પેટે બોન્ડ સ્વીકારવાનું જણાવ્યું છે. રેટીંગની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. ભારતીય રીઝર્વ બેન્કે પણ બેંકો પાસેથી અદાણી ગ્રુપને ધીરાણ એકસપોઝરની વિગતો માંગી છે.
- Advertisement -
અદાણી એન્ટરપ્રાઇઝનો ભાવ 1017: તમામ કંપનીઓના શેરોમાં કડાકા
શેરબજારમાં અદાણી ગ્રુપના શેરોમાં ધરખમ કડાકાનો દૌર યથાવત રહ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો ભાવ 35 ટકા ગગડીને 1017 થયો હતો. તાજેતરમાં જ 3173થી 3276ની પ્રાઇઝબેન્ડ સાથે એફપીઓ જાહેર કર્યો હતો. તે પછી રદ્દ કરાયો હતો. આજે અદાણી એન્ટરપ્રાઇઝ 3પ ટકાના કડાકાથી 1017 હતો. અદાણી ગ્રીન, અદાણી ટોટલગેસ, અદાણી ટ્રાન્સમીશન, અદાણી પાવર, અદાણી વિલ્મર જેવા શેરોમાં ઉંધી સર્કિટ હતી. અદાણી પોર્ટ, એસીસી, અંબુજા સિમેન્ટમાં ગાબડા હતા.