-તા.15 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા રણોત્સવ પુર્વે કચ્છને માટે પ્રવાસનમાં નવું પીછું
કેવડીયાથી કચ્છ, ગુજરાત હવે વૈશ્વિક પર્યટનના નકશામાં મહત્વના સ્થાને પહોંચી ગયું છે અને વિશ્વ પર્યટન સંગઠને ગુરુવારે પર્યટનની નજરે દુનિયાભરના જે 54 ગામોની યાદી તૈયાર કરી છે. તેમાં કચ્છના ધોરડોનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
આ યાદી એવા 54 ગામોની છે જયાં વર્ષના મોટાભાગના સમયમાં પ્રવાસન ધબકે છે. ભુજથી 80 કી.મી. દુર ધો રડો ગામ તેની અહીના સિંધ અને મુતવા સમુદાયના લોકોની હસ્તકલાથી પણ પ્રભાવી છે. આ યાદીમાં વિશ્વના 260 ગામોનો પ્રસ્તાવ હતો. જેમાં 54 પસંદ થયા અને તેમાં ધોરડોને પણ સ્થાન મળ્યું.
કચ્છ રણોત્સવ બાદ સૌથી વધુ આકર્ષણ ધરાવતા પ્રવાસનની યાદીમાં આવી ગયુ છે. રણોત્સવનો પ્રારંભ તા.15 ડિસેમ્બરથી થશે અને તે સમયે ધોરડોનો વિશ્વ પર્યટનના નકશા પર તેને સ્થાન મળતા જ હવે અહી સ્થાનિક હસ્તકલા જે સોળ-દોરાથી થતી કૃતિઓ માટે જાણીતું છે તેને પણ વૈશ્વિક મંચ મળશે.