ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ વેરાવળની બહુચર્ચીત એકસીસ બેંક ગોલ્ડ લોનનું કૌભાંડમાં અગાઉ મહિલા સહિત ત્રણ લોકોની સંડોવણી સામે આવી હતી. જેની ધરપકડ બાદ વેરાવળ સીટી પોલીસે વધુ એક શખ્સનું નામ ખુલતા આરોપીને ઝડપી પાડ્યો હતો. વેરાવળ એકસીસ બેંકમાં ગત તા.4-10-23ના રોજ વેરાવળ પોલીસ સ્ટેશનમાં એકસીસ બેંકમાં કરોડો રૂપિયાનું ગોલ્ડ લોન કૌભાંડ થતા ફરિયાદ નોંધાઇ હતી. જેમા પોલીસે બેંકમાં કર્મચારી તરીકે નોકરી કરતા માનસીંગ જાદવ ગઢીયા, વિપુલ ધીરૂભાઇ રાઠોડ અને પીન્કીબેન ખેમચંદાણીની સંડોવણી સામે આવતા પોલીસે તેને ધરપકડ કરી હતી. ત્યાર બાદ વધુ તપાસ કરતા આ ગોલ્ડ લોન કૌભાંડમાં વધુ સહ આરોપી તરીકે અજય ઉર્ફે પહુ નાથાભાઇ બારીયા રહે.કોડીનાર વાળાનું નામ ખુલતા આરોપીને ઝડપી પાડી તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
વેરાવળ બહુચર્ચીત એક્સિસ બેંક ગોલ્ડ લોન કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો
