ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ સરગમ કલબની વાર્ષિક સાધારણ સભા આગામી તા. 14-04 ને રવિવારે હેમુ ગઢવી હોલમાં સાંજે 7-00 કલાકે રાખવામાં આવેલ છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર ફક્ત સરગમ જેન્ટ્સ કલબના તમામ સભ્યોને આ વાર્ષિક સાધારણ સભામાં આઈકાર્ડ સાથે હાજરી આપવા જાણ કરવામાં આવેલી છે.
- Advertisement -
આ વાર્ષિક સાધારણ સભામાં 2023-24નાં વાર્ષિક હિસાબો રજૂ કરી તેને બહાલી આપવામાં આવશે. આ ઉપરાંત 2024-25ની નવી યોજનાઓ અંગે ચર્ચા થશે અને નિર્ણય લેવાશે. આ સિવાય સરગમ કલબના વિવિધ વિભાગમાં ઈન્ચાર્જની નિમણુંક અને આગામી પાંચ વર્ષ માટે કારોબારી સમિતિની નિમણુંક પણ કરવામાં આવશે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને મંત્રી મૌલેશભાઈ પટેલે જેન્ટ્સ કલબના તમામ સભ્યોને સમયસર હાજરી આપવા અનુરોધ કર્યો છે.