ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા તા. 20-08-24 ના રોજ સાંજના 7-00 કલાકે ઈન્ડોર સ્ટેડીયમ ખાતે રાખવામાં આવેલ. જેમાં સૌ પ્રથમ સ્વ. શ્રી લાલસિંહ ચૌહાણ તથા સ્વ. અશોકભાઈ પરમારનાં દુ:ખદ અવસાન થયું છે તેની યાદમાં તેઓના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. સૌ પ્રથમ સેક્રેટરી રોહીત બુંદેલા દ્વારા વેલકમ સ્પીચ સાથે વર્ષ દરમ્યાન કરેલી એકટીવીટીનો સંપુર્ણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પ્રમુખ ગુણવંતરાય ડેલાવાળાના અધ્યક્ષ સ્થાને મિટીંગની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશન દ્વારા રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસિએશનને વર્ષ દરમ્યાન વધુને વધુ ઈન્ટર ડિસ્ટ્રીકટ ફુટબોલ ટુર્નામેન્ટ રમાડવા માટે શીલ્ડ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
- Advertisement -
ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશનનો વાર્ષિક અહેવાલ આપવામાં આવ્યો હતો. (1) ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસિએશનની તા. 29-08-23 ની મિનીટસ મંજુર કરવામાં આવ્યો. (2) એજન્ડા પ્રમાણે સેક્રેટરી રીપોર્ટ મંજુર કરવામાં આવ્યો. (3) ઓડીટેડ વાર્ષિક એકાઉન્ટ વર્ષ 2023-24નો મંજુર કરવામાં આવ્યો. ઞ-20 ભાઈઓની ઓપન રાજકોટ ટુર્નામેન્ટ સ્વ. શ્રી અશોકભાઈ પરમારના નામે નજીકના ભવિષ્યમાં રમાડવાનું નક્કી કરવામાં આવેલ.વર્ષ દરમ્યાન નેશનલ રમેલ ખેલાડીઓ, કોચ, મેનેજર, સીલેકટર તથા સ્વયંસેવકોને મોમેન્ટો આપીને નવાજવામાં આવેલ. ટ્રેઝરરશ્રી અમૃતલાલ બહુરાશી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ. આ વાર્ષિક સાધારણ સભામાં એસોસિએશનના હોદ્દેદારો સર્વેશ્રી ગુણવંતરાય ડેલાવાળાની અધ્યક્ષતામાં મુકેશ બુંદેલા, બી. કે. જાડેજા, અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ, ધર્મેશ છત્રોલા, શીવરાજસિંહ ચાવડા, રાફેલ ડાભી, રોહીત પંડિત, મનદીપસિંહ બારડ, અમીત શિયાળીયા, આશિષ ગુરૂંગ, અરવિંદ મકવાણા, જયેશ કનોજીયા, કુ. મનીન્દર કેસપ, ઉપેન્દ્રસિંહ ઝાલા, સંજય પંડયા, પરેશ સોઢા, દિપકરાવ યશવંતે, કિર્તી દવે વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.