સરોર ટોલ પ્લાઝાને લઈને યુવા રાજપૂત સભાનું પ્રદર્શન લોકતાંત્રિક હતું તેમ છતાં વહીવટી તંત્રએ તેમની ધરપકડ કરી: અજિત સિંહ
ખાસ-ખબર સંવાદદાતા
સરોર ટોલ પ્લાઝા સમાપ્તિને લઈને વિરોધ પ્રદર્શન સતત વધી જ રહ્યું છે. આ મામલે યુવા રાજપૂતના નેતાઓની ધરપકડ થવાથી લોકોમાં આક્રોશ વધી ગયો છે. આવી સ્થિતિમાં આજે જમ્મુ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધને જમ્મુ બાર એસોસિએસન, ચેમ્બર ઓફ કોમર્સ અને તમામ વિપક્ષી દળોએ સમર્થન આપ્યું છે. જમ્મુ બંધ દરમિયાન આજેચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના જમ્મુ બંધમાં ટ્રાન્સપોર્ટરો સામેલ નથી થઈ રહ્યા. જમ્મુ બંધના એલાનને ધ્યાનમાં રાખી શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસની સાથે-સાથે અર્ધલશ્કરી દળોને પણ મહત્વના સ્થળો પર તૈનાત કરવામાં આવશે. બીજી તરફ સાંબા પણ ગઈકાલે બંધ રહ્યું હતું. સરોર ટોલ પ્લાઝાને હટાવવા અને ધરપકડ કરવામાં આવેલા યુવા રાજપૂત સભાના નેતાઓની મુક્તિની માંગને લઈને ગઈ કાલે સાંબા બંધનું આહવાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્ય બજારમાં દુકાનો બંધ હતી. ઓલ ઉંઊં ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનના અધ્યક્ષ અજીત સિંહે અનિશ્ચિત મુદ્દતની હડતાળ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ટ્રાન્સપોર્ટરને સંપૂર્ણપણે બંધ કરવું શક્ય નથી. તેઓ આ મામલે જનતાની સાથે છે. એટલા માટે ટ્રાન્સપોર્ટર સરકારને 31 ઓગષ્ટ સુધીનો સમય આપે છે. જો 31 ઓગષ્ટ સુધીમાં સરકારે માંગ ન સ્વીકારી તો તેઓ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરશે.