કોઈ અન્ય જ્ઞાતિને અસર ના થાય તે પ્રકારે અનામતનો નિર્ણય લેવાયો: CM ભૂપેન્દ્ર પટેલે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઘઇઈ સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર કરાયેલ 27% અનામત અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, નામદાર સુપ્રીમ કોર્ટની ભલામણો ધ્યાનમાં રાખીને આયોગની રચના કરી ગુજરાતની 52% વસ્તી અને 146થી વધુ જાતિનો સમાવેશ થાય છે, તેવા ઘઇઈ સમાજને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા અનામત આપવાનો મહત્વનો નિર્ણય કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું.
ઘઇઈ સમાજ માટે જાહેર કરાયેલી અનામતમાં એસ.સી તેમજ એસ.ટી સમાજને અપાયેલી અનામતની ટકાવારીમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી અને હિતોનું રક્ષણ થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. 9 જિલ્લા અને 51 તાલુકામાં એસ.ટી સમાજની વસ્તી મુજબ ઓબીસી સમાજને 10% અનામત મળશે.
ભાજપ હંમેશા ઘઇઈ સમાજને સાથે લઈને ચાલે છે, આજે ભાજપના 50 જેટલા ધારાસભ્યો ઘઇઈ સમાજના છે. રાજ્ય સરકાર દ્વારા ઘઇઈ સમાજ માટે 27% અનામતની જાહેરાત બાદ રાજ્યભરના ઘઇઈ સમાજમાં હકારાત્મક વલણ સાથે સંતોષનીની લાગણી પ્રસરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રક્ષાબંધન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટમાં દેશના તમામ કઙૠ ધારકોને સિલિન્ડરમાં રૂ.200 નો ઘટાડો તેમજ ઉજ્જવલા યોજના હેઠળ રૂ.200ની સબસિડી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો સીધો લાભ દેશના 33 કરોડ એલપીજી કનેક્શન ધારકોને મળશે.
ઉજ્જવલા યોજના હેઠળ 9.5 કરોડ મહિલાઓ અને તેમના પરિવારને સિલીન્ડર દીઠ કુલ રૂ.400ની રાહત મળશે, જે માટે વર્ષ 2023-24માં કેન્દ્ર સરકાર દ્વારા રૂ.7,680 ફાળવાશે. આ ઉપરાંત દેશમાં ઉજ્જવલા યોજના હેઠળ નવા 75 લાખ કનેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકાર હરહંમેશ નાનામાં નાના છેવાડાના માનવીને તેમજ વિવિધ જ્ઞાતિ-જાતિ અને ધર્મના નાગરિકોને સાથે રાખી ચાલે છે, તેમાં આજે એક કડી ઉમેરતા કોઈપણ અન્ય જ્ઞાતિને અસર ન થાય તે પ્રકારે ઘઇઈ સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% અનામતનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.