ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે રઘુવંશી શિરોમણી જલારામબાપાની 226મી જન્મજયંતીની ઉજવણી દેશ વિદેશમાં થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પણ અન્નકૂટ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ સંસ્થા તથા સોસાયટીમાં પણ જલારામ જયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે કોઠારીયા રોડ પર નિલકંઠ સિનેમાની સામે આવેલા જલારામ વૃદ્ધાશ્રમમાં સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતી નિમિત્તે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ પણ અન્નકૂટ દર્શનનો લ્હાવો લીધો હતો. પૂ. જલારામ બાપાની 226મી જન્મજયંતી નિમિતે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કાલે બપોરે ચાર વાગે ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં સંતો-મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય બાદ પૂ.જલારામ બાપા શોભાયાત્રાનો પ્રારંભ થશે.
- Advertisement -
ચૌધરી હાઈસ્કૂલના મેદાન પરથી સાંજે પાંચ વાગે પ્રસ્થાન થઈને કસ્તુરબા રોડ, મોહનભાઈ હોલ થઈને જૂના ધરમ સિનેમા, સદર બજાર પોલીસ ચોકી, વિનોદ બેકરી, જનસત્તા ચોક, મોટી ટાંકી ચોક, જવાહર રોડ, આલ્ફ્રેડ હાઈસ્કલ, જયુબેલી ચોક, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા, પ્રહલાદ રોડ, કરણપરા ચોક, કનક રોડ, કોર્પોરેશન ચોક, ત્રિકોણ બાગ, માલવીયા ચોક, યાજ્ઞીક રોડથી વિરાણી હાઈસ્કલ ખાતે શોભાયાત્રાનું સમાપન થશે. ત્યારબાદ મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાશે. શોભાયાત્રામાં 15 ફલોટસ જોડાશે. શોભાયાત્રાનું વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાશે.



