રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મ પત્ની અંજલીબેન રૂપાણી ચોટીલા માતાજીના દર્શને પહોચ્યા છે. અહીં તેમેણે માતાના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા છે. સાથે મંદિરના મહંતના પણ આશીર્વાદ લીધા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના CM કોરોના મુક્ત થતાં તેમને પત્ની માતાના દરબારમાં માથુ ટેકવવા પહોચ્યા હતા. અને CM ની લાંબી ઉમરની પ્રાર્થના કરી હતી. નોધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી કોરોના ગ્રસ્ત બન્યા હતાં અને જાહેર સભા દરમિયાન ઢળી પડ્યા હતા. જયાંથી તાત્કાલીક તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને રીપોર્ટ કઢાવતા તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જો કે હાલ તેઓ સ્વસ્થ્ય છે. અને પોતાના કામમાં પરોવાઈ ચુક્યા છે.