ગોંડલની બેઠકનો વિવાદ કેમેય શમતો જ નથી, ઊલટું દિવસે ને દિવસે વધુ ને વધુ ઘેરો બનતો જાય છે
અનિરૂદ્ધસિંહે રિબડા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને ગોંડલ વિધાનસભાનાં કોંગ્રેસનાં ઉમેદવારને ખૂલ્લું સમર્થન આપ્યું
- Advertisement -
અનિરૂદ્ધસિંહનો વિચિત્ર દાવો: હું ગોંડલમાં ભાજપની વિરૂદ્ધ છું, બાકીની બેઠકો માટે ભાજપ સાથે છું!
બે આખલા વચ્ચેની લડાઈમાં કોણ કૂટાશે, કોણ હણાશે? ગોંડલ પંથકમાં એક જ ચર્ચા: ચૂંટણી સુધીમાં નવાજૂની થાય તો નવાઈ નહીં ગણાય
ભાજપ હવે અનિરૂદ્ધસિંહ સામે કેવા પગલાં લેશે તેનાં પર સૌની મીટ: શું અનિરૂદ્ધસિંહ સામેનાં જૂનાં કેઈસ ફરી ઉખાળવામાં આવશે? ભાજપ સામેનો બળવો અનિરૂદ્ધસિંહને મોંઘો તો નહીં પડેને? ચર્ચાતો પ્રશ્ર્ન
- Advertisement -
ગોંડલમાં જયરાજસિંહે કાળો કેર વરતાવ્યો છે, બેફામ ગૂંડાગીરી આચરી છે, જુગારની કલબમાં પણ જયરાજસિંહની 50% ભાગીદારી હતી: અનિરૂદ્ધસિંહના સનસનીખેજ આક્ષેપો