પાંચ માસથી ફરાર અતાઉલ રાજકોટમાંથી ઝડપાયો : જૂનાગઢનો રહીમ હજુ પણ ફરાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલ તાલુકાના રીબડા ગામના અમીત ખુંટના આપધાત કેસમાં પોલીસે અનિરૂધ્ધસિંહ જાડેજાની ગત શુક્રવારે ધરપકડ કરી શનિવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા જુનાગઢના અતાઉલને રાજકોટ પોલીસે યુનીવર્સિટી રોડ પરથી ઝડપી લઈ ગોંડલ પોલીસ હવાલે કર્યો હતો જો કે અનિરૂધ્ધસિંહના આજે રિમાન્ડ પુરા થતા હોય ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુ રિમાન્ડની જરૂર નહીં જણાય તો સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી ફરી જૂનાગઢ જેલમાં રીફર કરવામાં આવશે.
- Advertisement -
રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના કેસમાં આરોપી અમીત ખુંટ નામના યુવકે ફરિયાદના બે દિવસ બાદ પોતાની વાડીએ જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગોંડલ તાલુકા પોલીસે સ્યુસાઇડ નોટના આધારે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન આજીવન કેદની સજામાફીનો હુકમ રદ થતા અનિરૂધ્ધસિંહ જાડેજા શુક્રવારે ગોંડલ કોર્ટમાં સરન્ડર કર્યું હતું ત્યાંથી તેમને જૂનાગઢ જેલ લઇ જવાયા હતા અહીં એન્ટ્રી કરાવી ગોંડલ તાલુકા પોલીસે રાત્રે જ કબ્જો લઇ શનિવારે ગોંડલ કોર્ટમાં રજૂ કરતા આપઘાત કેસમાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
બીજી તરફ અન્ય આરોપીઓ રહીમ મકરાણી અને અતાઉલનુ નામ ખેલતા તેની શોધખોળ શરુ કરી હતી બાદમાં ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ અતાઉલ રાજકોટના યુનિવર્સિટી રોડ પર મકાનમાં છુપાયો હોવાની માહીતી આધારે પોલીસે દરોડો પાડી ફરાર અતાઉલ બદરૂદિન મણીયારની અટકાયત કરતા ગોડલ તાલુકા પીઆઈ પરમાર સહીતે અરોપીની ધરપકડ કરી પુછતાછ કરી છે આ કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાનાના આજે એટલે કે સોમવાર બપોર સુધીના રીમાંડ મંજુર થયા હોય બપોર બાદ ફરી ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુ રિમાન્ડની જરૂર નહિ જણાય તો જૂનાગઢ જેલમાં ફરી રીફર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.



