પશુપાલકો પશુ રાખતા હોવાની ફરિયાદ: દબાણ હટાવ શાખાએ 2 ભેંસ, 1 પાડી પકડી જગ્યા ખાલી કરાવી
મનપાની એએનસીડી દ્વારા છેલ્લા 10 દિવસમાં રસ્તે રખડતા કુલ 200 પશુઓ પકડવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી જુની શાળાનં.-34ની અંદર સ્થાનિક પશુપાલકો પશુઓ રાખતા હોવાથી તેની ફરિયાદ ઉઠી હતી જે અંતર્ગત આજે જોવા મળેલી 2 ભેંસ અને 1 પાડી પકડી અને દબાણ હટાવ શાખા દ્વારા કેબીન અને કાઉન્ટર જપ્ત કરી જુની શાળા નં.-34ની જગ્યા ખાલી કરાવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. 21/08/2023 થી તા. 30/08/2023 દરમિયાન સીલ્વર ગોલ્ડ રેસીડેન્સી રોડ, સોરઠીયાવાડી સર્કલ રોડ, કુબલીયાપરા, કોઠારીયા કોલોની, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ, ગોકુલધામ ગેઈટ પાસે, આંબેડકર નગર, ગંજીવાડા મેઈન રોડ તથા આજુબાજુમાંથી 14(ચૌદ) પશુઓ, મોરબી રોડ, સેટેલાઈટ ચોક, જય જવાન જય કિશાન સોસાયટી, લાલપરી, નવાગામ, છપ્પનીયા ક્વાર્ટર, અર્જુન પાર્ક પાછળ, મેલડી માંના મંદિર પાસે, ક્રિષ્ના પાર્ક, નરસિંહ નગર, કુવાડવા ચોકડી, હુડકો ક્વાર્ટર, બેડીપરા ચોરો, સંતકબીર રોડ, પ્રદ્યુમન પાર્ક, આજીડેમ સર્વિસ રોડ તથા આજુબાજુમાંથી 26(છવ્વીસ) પશુઓ, મુંજકા ગામ, રૈયાગામ, ગોપાલ ચોક, નટરાજ નગર, રૈયાધાર, ડાંગર કોલેજ, વર્ધમાન નગર, કણકોટ રોડ, આલાપ ગ્રીનસીટી પાછળ, કૈલાશધારા પાર્ક તથા આજુબાજુમાંથી 15(પંદર) પશુઓ, મારૂતિ સુઝુકી શોરૂમ પાસે, કટારીયા ચોકડી, પુનિતનગર, 80 ફૂટ રોડ, ન્યુ 150 ફૂટ રીંગ રોડ વિસ્તારોમાંથી મળી કુલ 200(બસો) પશુઓ પકડવામાં આવેલ છે.