ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડ, રાષ્ટ્રીય સેવા યોજના, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ ભુતવડ ગામે પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પશુચિકિત્સા મહાવિદ્યાલય જૂનાગઢના આચાર્ય ડો.મહેશભાઈ ગડરિયા અને ભુતવડ ગામના સરપંચ ભરતભાઈ બારિયા દ્વારા આ પશુપાલન શિબિર કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ હસ્તકના પશુ ઉછેર કેન્દ્ર, ભુતવડના મદદનીશ નિયામક ડો.અરવિંદકુમાર મણવર ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે આચાર્ય ડો.મહેશભાઈ દ્વારા પશુપાલનમાં પશુના દૂધ ઉત્પાદનમાં આરોગ્યનું મહત્વ આ વિષય ઉપર પશુપાલકોને સાથે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં ભુતવડ ગામના કુલ 27 પશુપાલકોએ લાભ લીધો હતો. પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના રાષ્ટ્રીય સેવા યોજના (એન એસ.એસ.) ના કાર્યક્રમ અધિકારી ડો.અર્જુન ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કોલેજના એન.એસ.એસના સ્વયંસેવકો દ્વારા ભુતવડ ગામમાં પશુપાલકોના ઘરે જઈને પશુઓના કૃમિ નિવારણ માટે માહિતી આપી હતી અને કુલ 90 પશુઓ માટે કૃમિનાશક દવાઓ આપવામાં આવી હતી.



