સુરત સહિત સમગ્ર ગુજરાત પોલીસનાં ચોપડે 50થી વધુ એનડીપીએસનાં ગુનામાં વોન્ટેડ અનિલ પાંડીને સકંજામાં લેવાં હવે ઓરિસ્સા સરકાર પણ હરકતમાં આવી છે.
ઓરિસ્સાના સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ખુફિયા ગાંજામાફિયા પાંડીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરી તેની માહિતી આપનાર માટે ઇનામની પણ જાહેરાત કરી છે, સાથોસાથ STF એ સ્પેશિયલ મોબાઇલ નંબર પણ જારી કર્યોે છે.ઓરિસ્સાના ગંજામ જિલ્લાના સચિન ગામના વતની પાંડી બંધુ છેલ્લાં દોઢ દાયકાથી ગુજરાતમાં ગાંજાનું નેટવર્ક ઓપરેટ કરતા હતા.
ઓરિસ્સામાં ખાખી અને ખાદી સાથે ઘરોબો ધરાવતા આ પાંડી બંધુ પરિચિતો-સંબંધીઓને પણ આ ગોરખધંધામાં સામેલ કર્યા હતા. ગુજરાતમાં ખાસ કરીને સુરત, કોસંબા, અંકલેશ્વર સહિત દક્ષિણ ગુજરાતના જે ઔદ્યોગિક વિસ્તારોમાં ગાંજો સપ્લાય થાય છે, તે પાંડી બંધુ મળતિયાઓ મારફતે સપ્લાય કરે છે. મની-મસલ્સ પાવરના જોરે બેફામ બનેલા આ અનિલ પાંડી અને સુનિલ પાંડીની સ્થાનિક ઓરિસ્સા પોલીસ સાથે સાંઠગાંઠ હોવાનું કહેવાય છે.
- Advertisement -
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
WHATSAPP – https://chat.whatsapp.com/H27hiQXIagX5WMBpd61iHu
સ્થાનિક તંત્રના સપોર્ટના કારણે જ તેઓ ગાંજાનો કાળો કારોબાર બિંદાસ્તપણે ધમધમાવતા હતા. પાંડી બંધુ સામે સુરત શહેર પોલીસ, રેલવે પોલીસ, સુરત રૂરલ પોલીસના ચોપડે 25થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે. અન્ય શહેરોમાં પણ તેઓ વોન્ટેડ બોલે છે. ગુજરાત પોલીસના 50 વધુ ગુનામાં તેઓ વોન્ટેડ છે ત્યારે 9 માસ અગાઉ સુરત ક્રાઇમ બ્રાંચે ઓરિસ્સામાં ધામા નાંખી ફિલ્મી ઢબે સુનિલ પાંડીને દબોચી લીધો હતો.
- Advertisement -
ઇતિહાસમાં પહેલી વખત પોલીસની ઝપટે ચઢેલો નામચીન ડ્રગ્સ માફિયા સુનિલ પાંડીને પકડી પોલીસે તેઓના અડધા ઉપરાંતને નેટવર્કને તહસનહસ કરી દીધું હતુ. સુનિલ હાલ લાજપોર જેલમાં છે જ્યારે તેના ભાઇ અનિલને સકંજામાં લેવા સુરત પોલીસ ભારે દોડધામ પણ કરી રહી છે. દરમિયાન ઓરિસ્સામાં પણ પાંડી બંધુના કારનામાનો પર્દાફાશ થયો હતો. સ્થાનિક પોલીસ ખોળે બેસી ગઇ હોય ઓરિસ્સા સરકારની નિગરાનીમાં કામ કરતી સ્પેશિયલ ટાસ્ક ફોર્સએ અનિલ પાંડીને સકંજામાં લેવાં કમર કસી છે.