યસ બેંક લોન સ્કેમ કેસમાં EDની મોટી કાર્યવાહી
EDની તપાસમાં ફંડ ડાયવર્ઝનનો ખુલાસો અનિલ અંબાણીની જપ્ત કરાયેલી મિલકતોમાં પાલી હિલના એક ઘર સહિત 40 મિલકતો સામેલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની 40થી વધુ મિલકતો જપ્ત કરી છે. આ મિલકતોમાં અનિલ અંબાણીનું પાલી હિલ ખાતેનું ઘર પણ સામેલ છે. તેની કુલ કિંમત ₹3,084 કરોડ હોવાનો અંદાજ છે.
આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે, જેમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ((RCOM))નો યસ બેંક લોન અને ફંડ ડાયવર્ઝનનો કેસ સામેલ છે.
આ આદેશો 31 ઓક્ટોબર, 2025ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA))ની કલમ 5(1) હેઠળ જારી કરવામાં આવ્યા હતા. ઊઉ કહે છે કે જાહેર નાણાં રીકવર કરવા માટે આ કાર્યવાહી જરૂરી છે.
- Advertisement -
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેની તપાસમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સમાં ભંડોળનો નોંધપાત્ર ગેરરીતિઓ મળી છે. 2017 અને 2019ની વચ્ચે, યસ બેંકે છઇંઋકમાં ₹2,965 કરોડ અને છઈઋકમાં ₹2,045 કરોડનું રોકાણ કર્યું હતું. પરંતુ ડિસેમ્બર 2019 સુધીમાં, આ રકમો નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (RCFL) બની ગઈ હતી. RHFLનું બાકી દેવું હજુ પણ ₹1,353 કરોડ છે, જ્યારે છઈઋકનું દેવું ₹1,984 કરોડ છે. કુલ મળીને, યસ બેંકને ₹2,700 કરોડથી વધુનું નુકસાન થયું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યા અનુસાર, આ ફંડ રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓમાં વાળવામાં આવ્યું હતું. લોન મંજૂરી પ્રક્રિયામાં પણ અસંખ્ય ગોટાળાઓ જોવા મળી હતી. ઉદાહરણ તરીકે, કેટલીક લોન તે જ દિવસે અરજી કરવામાં આવી હતી, અપ્રુવ અને ડિસ્બર્સ કરવામાં આવી હતી. ફિલ્ડ ચેક અને મીટિંગ્સ સ્કિપ થઈ ગઈ. દસ્તાવેજો બ્લેક અથવા તારીખ વગરના હોવાનું જાણવા મળ્યું હતું.
EDએ આને ‘ઇરાદાપૂર્વક ક્ધટ્રોલ નિષ્ફળતા’ તરીકે ગણાવ્યું છે. આ તપાસ ઙખકઅ ની કલમ 5(1) હેઠળ હાથ ધરવામાં આવી રહી છે, અને 31 ઓક્ટોબર, 2025 ના રોજ જપ્તીના આદેશો જારી કરવામાં આવ્યા હતા.
જપ્ત કરાયેલી મિલકતો દિલ્હીથી ચેન્નાઈ સુધી ફેલાયેલી
જપ્ત કરાયેલી મિલકતો દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નાઈ, કાંચીપુરમ અને પૂર્વ ગોદાવરી જેવા શહેરોમાં આવેલી છે. તેમાં રહેણાંક યુનિટ્સ, ઓફિસ સ્પેસ અને જમીનનો સમાવેશ થાય છે. અનિલ અંબાણીનું પાલી હિલ નિવાસસ્થાન સૌથી હાઇ-પ્રોફાઇલ છે. ઊઉનું ફોકસ ક્રાઈમ પ્રોસીડ્સને ટ્રેસ કરવા પર છે જેથી વધુ મિલકતો જપ્ત કરી શકાય. અત્યાર સુધીમાં ₹3,084 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે.



