રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના સહયોગી અને રિલાયન્સ પાવર લિમિટેડના વરિષ્ઠ અધિકારી અશોક કુમાર પાલની મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના સહયોગી અને રિલાયન્સ પાવર લિમિટેડના વરિષ્ઠ અધિકારી અશોક કુમાર પાલની નકલી બેંક ગેરંટી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના આરોપમાં શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ પાલને કસ્ટડીમાં લીધો હતો.
- Advertisement -
અનિલ અંબાણીને ઝટકો
અશોક પાલની ધરપકડ અનિલ અંબાણીના બિઝનેસ સામ્રાજ્ય માટે વધુ એક ફટકો હોઈ શકે છે, જે પહેલાથી જ અનેક નાણાકીય અને કાનૂની પડકારોનો સામનો કરી રહ્યું છે.
શું છે મામલો?
- Advertisement -
અશોક કુમાર પાલની ધરપકડ 68.2 કરોડ રૂપિયાન ફેક બેન્ક ગેરન્ટી મામલે થઇ છે. સૂત્રો મુજબ અશોકની ગુરુવારે રાતે દિલ્હીમાં તેમની ઓફિસે પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ મામલો ફેક ગેરન્ટી બનાવવા અને તેનો ઉપયોગ કરવા અંગેનો છે. એક ઓડિશાની કંપની બિસ્વાલ ટ્રેડ લિંક પ્રાઈવેટ લિમિટેડે 8 ટકાના કમિશને ફેક ગેરન્ટી તૈયારી કરી હતી. આ કંપની ફક્ત કાગળોમાં જ છે અને તેનો કોઈ અસલ કામ ધંધો છે જ નહીં.
આ કૌભાંડમાં લોકોએ ખૂબ ચાલાકી બતાવી. તેમણે એસબીઆઈના નકલી ઇમેલ સરનામા બનાવ્યા. અસલ એસબીઆઈનું ઈમેલ ‘sbi.co.in’ છે પણ તેમણે ‘s-bi.co.in’ જેવા ભળતા નામના સરનામા બનાવ્યા. તેનાથી એવું લાગ્યું કે આ એસબીઆઈનું અસલ ઈમેલ છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, તપાસ એજન્સીએ અનિલ અંબાણીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે અને રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સને લોન આપવામાં આવી ત્યારે કરવામાં આવેલી ડ્યુ ડિલિજન્સ પ્રક્રિયાઓ વિશે 12 થી 13 બેન્કો પાસેથી વિગતો માંગી છે.