પાલિકા નિંદ્રામાંથી જાગીને કર્મચારીઓ સામે પગલે લે તેવી અસ્મિતા મંચે માંગણી કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
વઢવાણ ભોગાવા નદી કાંઠે સ્મશાન જર્જરિત બનતા વર્ધમાન વિકાસ ટ્રસ્ટ દ્વારા રૂૂ. 50 લાખના ખર્ચે લોકસહયોગથી નવનિર્માણ કરાયું હતું. જેમાં નિ:શુલ્ક અગ્નિદાહ, ગેસની ભઠ્ઠી, 22 ફૂટ શિવપ્રતિમા, બગીચો સહિતની વ્યવસ્થા કરાઇ હતી. ત્યારબાદ વઢવાણ નગરપાલિકાને સુપ્રત કરાયું હતું. પરંતુ નગરપાલિકાને કામગીરી સોંપ્યા બાદ વહીવટ કથળ્યો છે. જેમાં અસ્થિ વિસર્જન, લાકડાની ઘટ, ગેસની ભઠ્ઠી બંધ સહિતની સમસ્યા છે. મૃતકોના સ્વજનો પાસે રૂૂપિયા લેતા હોવાની રાવ ઊઠી છે. વઢવાણ સ્મશાનમાં 2 દિવસથી લાકડા ખૂટી પડ્યા છે. પાલિકાના કર્મીઓ હાજર ન હોવાથી ફરિયાદ કોને કરવી તે પ્રશ્ર્ન સર્જાયો છે. આથી સુરેન્દ્રનગર- વઢવાણ પાલિકા કુંભકર્ણ નિંદ્રામાંથી જાગીને કર્મચારીઓ સામે પગલે લે તેવી અસ્મિતા મંચે માંગણી કરી છે.
- Advertisement -