તાલુકા સભ્યએ અજાણ્યા શખસ સામે એરપોર્ટ પોલીસમાં નોંધાવી ફરિયાદ
પોલીસે માજી સરપંચની કરી ધરપકડ, સેવા પૂજા કરવા છતાં સ્થિતિ ન સુધરતા આચરેલું કૃત્ય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
રાજકોટના જીયાણા ગામે ત્રણ મંદિરોમાં આગ લગાડી મૂર્તિ-છબી નષ્ટ કરાઈ હતી. જે અંગે પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો પોલીસે પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયા નામના વ્યક્તિને સકંજામાં લઈ પૂછતાછ કરતાં તે ખૂબ પૂજા પાઠ કર્યા પણ તેની સ્થિતિ ન સુધરતા કૃત્ય કર્યું હોવાનું રટણ કર્યું હતું.
તાલુકા પંચાયતના સભ્ય અને જીયાણા ગામે રહી ખેતી કરતાં કાનજીભાઈ સવશીભાઈ મેઘાણી ઉ.63એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.12/5/2024 ના રાત્રીના 9 વાગ્યાથી તા.13ના રાત્રે 1 વાગ્યા દરમિયાન અમારા ગામે બંગલા વાળી મેલડી માતાના મંદીરે તાવો હોય, જેથી બધા હાજર હતા ત્યારબાદ રાત્રીના એકાદ વાગ્યે બધા ઘરે જતા રહેલ. બીજે દિવસે સવારના નવેક વાગ્યે હું મારા ઘરે હાજર હતો. તે વખતે અમારા ગામના લક્ષ્મણભાઇ પોલાભાઇ રામાણીનો મારા ઉપર ફોન આવેલ અને મને કહેલ કે, આપણા ગામના પાદરમાં આવેલ રામાપીરના મંદીરની અંદર ટાયર મુકી સળગાવી રામાપીરની મૂર્તિ નષ્ટ કરી નાખેલ છે, તેમજ ગામની સીમમાં આવેલ બંગલા વાળી મેલડી માતાના મંદીરમાં પણ લાકડા સળગાવી મેલડી માતાની છબી સળગાવી નષ્ટ કરી છે, તેમજ વાસંગીદાદાના મંદીરે તાળુ મારેલ હોય જેથી મંદીર બહાર પડેલ કપડાના ગાભા સળગાવેલ છે.
- Advertisement -
વાસંગીદાદાના મંદીરમાં કોઇ નુકસાન થયેલ નથી તેમ વાત કરતા હું તથા અમારા ગામના આગેવાનો પ્રથમ રામાપીરના મંદીરે જતા મંદીરમાં ટાયર મુકી સળગાવેલ હોય જેથી રામાપીરની મુર્તી નષ્ટ થઈ ગઈ હતી. બંગલા વાળી મેલડી માતાના મંદીરે જઈને જોતા મંદીર અંદર લાકડા મુકી સળગાવેલાના તાજી રાખ જોવામા આવેલ ત્યારબાદ વાસંગી દાદાના મંદીરે તાળુ મારેલ હાલતમાં હોય ત્યાં કોઇ નુકસાન થયેલ નહોતું તેવું જોવા મળેલ. જેથી કોઈ અજાણ્યા શખ્સે અમારી ધાર્મીક લાગણીને ઠેસ પહોંચાડી મંદીર અપવિત્ર કરી મુર્તીને ટાયર તથા લોકડાથી સળગાવી અમારી ધાર્મિક લાગણીને ઠેસ પહોચાડેલ છે. બનાવને પગલે એરપોર્ટ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો તપાસ કરી ગામના માજી સરપંચ અરવિંદ સરવૈયાની અટકાયત કરી પૂછપરછ કરતા તે ખૂબ સેવા પૂજા કરતો હતો પણ તેનું કોઈ કામ થતું નહોતું. તેની જે સ્થિતિ હતી તે પણ સુધરતી નહોતી. જેથી અંતે ભગવાનથી નારાજ થઈ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત તેણે આપી હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.