ગિરનાર પરિક્રમા અસુવિધા મુદ્દે સાધુ સંતોની બેઠકમાં તંત્ર સામે રોષ
દેવ ઉઠી એકદાશીના દિવસે ગિરનાર પૂજન સાથે પરિક્રમા પ્રારંભ થવી જોઈએ
- Advertisement -
સંતો-મહંતો, ઉતારા મંડળ, તીર્થ પુરોહિત અને વેપારીઓની ઉપસ્થિતિમાં બેઠક
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા આગામી દેવ ઉઠી એકદાશી તા.23 નવેમ્બરથી પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે આજ રોજ ગુરુ દત્તાત્રય શિખરના મહંત મહેશગીરી બાપુ અને સ્થાનિક સાધુ સંતો અને ઉતારા મંડળ સહીત દામોદર કુંડના તીર્થ પુરોહિત સાથે વેપારીઓની એક બેઠક મળી હતી જેમાં પરિક્રમામાં અસુવિધા મુદ્દે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આગામી દેવ ઉઠી એકાદશીના દિવસે પરિક્રમા મધ્યરાત્રીના 12 વાગે શરુ થવા જઇ રહી છે ત્યારે આજે મહેશગીરી બાપુની અધ્યક્ષતામાં સાધુ સંતોની એક બેઠક મળી હતી જેમાં સૌવ સંતો મહંતોએ જે રીતે ઉદ્ધઘાટન વિધિ થાય છે તેનો વિરોધ દર્શાવ્યો હતો અને મહેશગીરી બાપુએ હાકલ કરી હતી કે પરિક્રમા ઉદ્ધઘાટનનો અમે સૌવ કોઈ વિરોધ કર્યો છે જયારે ગિરનાર લીલી પરિક્રમાનું ઉદ્ધઘાટન દેવ ઉઠી એકાદશીના દિવસે ગિરનારનું પૂજન અને શ્રીફળ વધેરીને પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે ત્યારે માત્ર ફોટા પાડવા માટે જે રીતે પરિક્રમાનું ઉદ્ધઘાટન થાય છે તેમાં સ્થાનિક સાધુ સંતો નહિ જોડાય અને અમારો આબાબતે વિરોધ છે તેવું પ્રેસ કોન્ફ્રન્સમાં જાહેર કર્યું હતું.
પરિક્રમા બાબતે વધુ વાત કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા એક મહિના પેહલા મિટિંગ બોલાવી જોઈએ જેને બદલે માત્ર ટૂંકા સમયમાં બેઠક કેમ બોલાવી કોનો દોરી સંચાર છે. કોઈ સ્થાનિક નેતા કે અન્ય કોઈ તેવા સવાલો ઉભા કર્યા હતા અમારે કલેકટર સાથે કોઈ અંગત પ્રશ્ર્ન નથી કે વાંધો નથી પણ જે ભ્રષ્ટ અધિકારી છે તેની સામે વાંધો છે હજુ પરિક્રમા રૂટ પર અને ગિરનારની સીડી પર હજુ અનેક જગ્યાએ લાઈટની વ્યવસ્થા નથી તેની સાથે હજુ પાણી અને શૌચાલય જેવી બાબતોમાં ઉણપ દેખાય છે આવા અનેક પ્રશ્ર્નો સાથે તંત્ર સામે નારાજગી બતાવી પરિક્રમાના પ્રારંભના ઉદ્ધઘાટનનો બહિષ્કાર કર્યો હતો.
જયારે આ બેઠકમાં એમ જણાવ્યું કે ગિરનાર પરિક્રમા સનાતન ધર્મનું આસ્થાનું કેન્દ્ર બિંદુ છે અને ભાવિકો સનાતન ધર્મ રક્ષા માટે ગિરનાર પરિક્રમા કરવા પધારે છે ત્યારે વધુ માં વધુ લોકો લાખોની સંખ્યામાં પધારે તેવી અપીલ પણ કરી હતી.
તેની સાથે ગિરનાર તળેટીના આશ્રમો અને સ્થાનિક રહેતા લોકો તેમજ ઉતારા મંડળ દ્વારા નિ:શુલ્ક ભોજન કરાવતી સેવાભાવિ સંસ્થાને યોગ્ય રીતે પાસ આપવા જોઈએ અને જો નહિ આપેતો જે અધિકારીઓ પોતાના પરિવાર સાથે સરકારી કારમાં ફરે છે તેનો સાધુ સંતો દ્વારા રોકવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આ બેઠકમાં સનાતન ધર્મને છનછેડવાનું બંધ કરે અને ગિરનાર લીલી પરિક્રમાનું પરંપરા મુજબ ધાર્મિકતા જાળવીને કરવામાં આવે તેવી વાત કરી હતી અને પરિક્રમા ઉદ્ધઘાટનનો બહિષ્કાર કર્યો હતો.
પરિક્રમા ઉદ્ધઘાટનનો બહિષ્કાર, વિડીયો જોવા અહીં ક્લિક કરો