ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકાના વિવિધ નરેડી, ઝાપોદડ, ડુંગરી, સેલરા, રાયપુર, લુશાળા ગામોના આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ જુનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે માન.પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જુનાગઢ જીલ્લામાં મોટા ભાગના આંગણવાડી કેન્દ્રો નવ નિર્માણ થય ગયા છે અને અમુક આંગણવાડી કેન્દ્રોના કામો હાલ ચાલી રહ્યા છે તથા જીલ્લામાંથી મળેલ રજુઆત અન્વયે બાકી રહેલા આંગણવાડી કેન્દ્રોને પણ આગામી બજેટમાં આવરી લેવામાં આવશે તથા બાળકોનું ઘડતર કેળવણી સાથે બાળપણનો આનંદ માણતા થાય તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
આ તકે સાવજ દુધ સંઘ ના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જુનાગઢ જીલ્લા પંચાયત ના સદસ્ય મુકેશભાઈ કણસાગરા, વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મૈતર, ઉપ પ્રમુખ મનોજભાઈ ઠુંમર , વંથલી માર્કેટીંગ યાર્ડના ડિરેકટર કેસુરભાઈ મૈતર, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ગ્રામ્ય સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ, આગેવાનો, અધિકારીશ્રીઓ, નાના ભૂલકાઓ ના માતા -પિતા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.