ખાસ-ખબર સંવાદદાતા
આંધ્રપ્રદેશના અચુતાપુરમ ખાતે એક કંપનીમાં શંકાસ્પદ ગેસ લીક થયાની જાણ થઈ હતી. આ ઘટના દરમિયાન કેટલીક મહિલાઓ બીમાર પડતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ જવામાં આવી છે.
પોલીસ અઙઙઈઇના અધિકારીઓ આવીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તેની રાહ જોવામાં આવી રહી છે. જઙ અનાકપલ્લેનું કહેવું છે કે, ગેસ લીક કથિત રીતે બ્રાન્ડિક્સના પરિસરમાં થયો હતો. સાથે જ 50 મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પરિસર ખાલી કરવવાનું કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના 3 જૂને જિલ્લામાં બની હતી જ્યારે 200થી વધુ મહિલા કામદારો આંખોમાં બળતરા અને ઉલ્ટીની ફરિયાદ બાદ બેહોશ થઈ ગઈ હતી.
- Advertisement -
આ ઘટના બાદ અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે, આ વિસ્તારમાં પોરસ લેબોરેટરીઝ યુનિટમાંથી એમોનિયા ગેસ લીક થયો છે. હૈદરાબાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીના નિષ્ણાતોની ટીમે લેબોરેટરીની મુલાકાત લીધી હતી અને લીક થવાનું કારણ શોધવા માટે પરીક્ષણો કરવામાં આવ્યા હતા જ્યારે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્રયોગશાળાને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.