અનન્યા પાંડે તેની નાની બહેન રિયાસા પાંડેને લઈને ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેણે તેની બહેન સાથેનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો હતો.
અનન્યા પાંડે તાજેતરમાં તેની નાની બહેન રિયાસા પાંડેને લઈને ખૂબ જ ભાવુક થઈ હતી અને તેણે તેની બહેન સાથેનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. હકીકતે રિયાસા તેના ઉચ્ચ અભ્યાસ માટે યુનિવર્સિટી જઈ રહી છે અને અનન્યા તેને લઈને ભાવુક થઈ છે. અનન્યા રિયાસા સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરે છે અને તે અવારનવાર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની સાથે તસવીરો અને વીડિયો શેર કરે છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
ઈન્સ્ટાગ્રામ પર અનન્યાએ શેર કર્યો ક્યૂટ વીડિયો
અનન્યાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે. જેમાં બંને બહેનો એકબીજાને ગળે લગાવી રહી છે અને કિસ કરી રહી છે. અનન્યાએ વીડિયોને કેપ્શન આપ્યું છે કે, “ઓકે મને ખરેખર ખબર નથી કે હું તારા વિના શું કરીશ, મારી નાની ચૂ આજે રાત્રે યુનિ માટે રવાના થઈ રહી છે!!! ફ્લાય ફ્લાય ફ્લાય લિટલ બર્ડ, આઈ લવ યુ બિયોન્ડ.”
ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા
અનન્યાએ વીડિયો પોસ્ટ કરતાની સાથે જ તેની માતા ભાવના પાંડેએ તરત તેના પર પ્રતિક્રિયા આપી અને કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ ઈમોજીસ પોસ્ટ કર્યા. જ્યારે અનન્યાના ફેન્સે પણ બહેનોની જોડી પર પ્રેમ વરસાવ્યો છે. કેટલાક લોકોએ તેમને ક્યૂટ કહ્યા અને અન્ય લોકોએ કમેન્ટ બોક્સમાં ઈમોજીને દ્વારા પ્રેમ વરસાવ્યો છે.