અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગઇકાલે સંગીત સેરેમનીમાં જે આઉટફિટ પહેર્યા હતા એ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે. અનંતની શેરવાની પર સોનાનું વર્ક જોવા મળ્યું તો રાધિકાના લહેંગામાં સાચા ક્રિસ્ટલ્સ જોવા મળ્યા હતા.
અનંત અને રાધિકા તેમના લગ્નના દરેક ફંક્શનમાં કિલર સ્ટાઈલમાં પહોંચ્યા હતા. તેથી, હવે આ બંનેના કિલર લુક્સે સંગીત રાત્રિમાં પણ બધાના દિલ ચોર્યા છે. દુલ્હનએ માત્ર તેના લુકથી બધાને દિવાના બનાવ્યા જ નહીં, પરંતુ વરરાજાની તેના ગોલ્ડ ડેકોરેટેડ જેકેટમાં સ્ટાઈલથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
- Advertisement -
View this post on Instagram
આ દિવસોમાં અંબાણી પરિવારની જ ચર્ચા ચાલી રહી છે, કારણ કે નીતા અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એક પછી એક પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. 5 જુલાઈના રોજ યોજાયેલા રાધિકા અને અનંતના લગ્નના સંગીત સેરેમનીના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમના બંને પ્રી-વેડિંગ ફંક્શનથી તેમના સ્ટાઇલિશ લુક માટે સમાચારમાં છે. એવામાં ગઇકાલે સંગીત સેરેમનીમાં બંનેએ જે કપડાં પહેર્યા હતા તે ચર્ચાનો વિષય બન્યા છે. અનંત અંબાણીએ મિડનાઈટ બ્લુ કલરની બંધગલા શેરવાની પહેરી હતી. ખાસ વાત એ છે કે તેમ સોનાની ઝરી, કસાબ અને સિક્વિન્સથી ભરતકામ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં અનંતની શેરવાનીના બટનો પણ હીરા અને માણેકના બનેલા હતા. જેની ચમક અલગ દેખાતી હતી.
- Advertisement -
View this post on Instagram
તેની સામે રાધિકા મર્ચન્ટ પણ સુંદર લહેંગામાં જોવા મળી હતી. આ લહેંગામાં સાચા સ્વરોસ્કી ક્રિસ્ટલ્સ હતા. અત્યારે સોશિયલ મીડિયા પર રાધિકાનો પ્રિન્સેસ લૂક વાયરલ થઈ રહ્યો છે. ફંક્શનમાં રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર ઓફ-શોલ્ડર બ્લાઉઝ સાથે ગોલ્ડન વર્કના લહેંગામાં જોવા મળી હતી. તેના લહેંગા અને ચોલી પરના ક્રિસ્ટલ્સ અદ્ભુત દેખાતા હતા. જેના કારણે આઉટફિટને હેવી લુક મળી રહ્યો હતો, દુપટ્ટાને ખૂબ જ હળવા વજન અને સિમ્પલ રાખવામાં આવ્યા હતા. જેની બોર્ડર પર પાતળી ક્રિસ્ટલ વર્ક બોર્ડર હતી.
સંગીત સેરેમની માટે અનંત અને રાધિકાએ ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ બનાવેલા આઉટફિટ પહેર્યા હતા. જો કે હવે આ કપલના કપડાની કિંમત જાહેર કરવામાં આવી નથી પરંતુ આ ડિઝાઈનરના કપડા ઘણા મોંઘા છે અને આવી સ્થિતિમાં કપલના સોના અને ક્રિસ્ટલવાળા કપડાની કિંમત પણ લાખોમાં હશે.
જણાવી દઈએ કે મુકેશ અંબાણી-નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ તેમની પ્રી-વેડિંગ સેલિબ્રેશન માર્ચ મહિનાથી જ ચાલી રહ્યું છે. આ કપલના લગ્ન વિધિની શરૂઆત મામેરુથી થઈ હતી. અંબાણી પરિવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે એક ભવ્ય કોન્સર્ટનું આયોજન કર્યું હતું. જમાં આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર જસ્ટિન બીબર સહિત અનેક મોટી હસ્તીઓએ પરફોર્મ કર્યું હતું.