રવિવારે ગૃહ શાંતિ પૂજા વિધિ પૂર્ણ થઈ: બન્ને પરિવારનાં સભ્યો હસ્તે પૂજા થઈ
સોમવારે મુકેશ અંબાણીએ એન્ટિલિયા સ્થિત તેમના ઘરે પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી-મહેંદી સેરેમનીનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં સલમાન ખાન, સારા અલી ખાન, જાહ્નવી કપૂર, અર્જુન કપૂર, અનન્યા પાંડે, માનુષી છિલ્લર અને રણવીર સિંહ સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.
- Advertisement -
મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી સહિત પરિવારના ઘણા સભ્યોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી . રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ, માતા શૈલા મર્ચન્ટ અને બહેન અંજલિ પણ અહીં જોવા મળી હતી.
મોડી રાત સુધી ચાલેલા સમારોહમાં ઉદિત નારાયણ અને રાહુલ વૈદ્યએ પર્ફોર્મન્સ આપ્યું હતું . આ કાર્યક્રમ પરંપરા, સંગીત અને ઉજવણીથી ભરેલો હતો. મનોરંજનની સાથે ભાવનાત્મક સ્પર્શ આપવા માટે, ઉદિતે ’મહેંદી લગા કે રખના’, ’બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ’બોલે ચૂડિયા’ જેવા ગીતો રજૂ કર્યા.
રવિવારે ગ્રહ શાંતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અગાઉ રવિવારે મુંબઈમાં રાધિકા મર્ચન્ટના ઘરે ગ્રહ શાંતિ પૂજા યોજાઈ હતી. આ પૂજાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયોમાં રાધિકા તેની બહેન અંજલિ મર્ચન્ટ અને માતા શૈલા મર્ચન્ટ સાથે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.