હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઈટલીમાં યોજાઈ રહ્યું છે. ત્યારે હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ડેટ અને સ્થળને લઈને મહત્ત્વની જાણકારી સામે આવી છે.
માહિતી મળી રહી છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના બીકેસી સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે. તેમના લગ્ન પારંપરિક હિંદુ વૈદિક રીતિથી થશે. મુખ્ય વિવાહ સમારોહ શુક્રવાર, 12 જુલાઈના રોજ શુભ વિવાહ સમારોહ સાથે શરૂ થશે. શનિવારે 13 જુલાઈના રોજ શુભ આશીર્વાદનો દિવસ હશે. રવિવાર 14 જુલાઈના રોજ મંગલ ઉત્સવ અથવા વેડિંગ રિસેપ્શન હશે.
- Advertisement -
જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં વિશ્વભરના ફેમસ સેલેબ્રિટીસ સામેલ થયા હતા. જ્યારે હાલમાં બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઈટલીમાં યોજાઈ રહ્યું છે.