ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર વિયર ડેમ પેહલા વરસાદે ઓવરફલો થતા લોકોમાં ખુશી જોવા મળી હતી ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારના ચાર ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ તથા વિસાવદર પંથકમાં વરસાદ થતા ઓઝત નદીમાં પાણીની આવક થઇ હતી. જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ પાસે આવેલા ઓઝત વિયર આણંદપુર ઓવરફલો થયો હતો આથી આણંદપુર, વંથલી તાલુકાના રાયપુર અને સુખપુર તથા મેંદરડા તાલુકાના નાગલપુર ગામના લોકોને સચેત કરવામાં આવ્યા હતા.