સારા વરસાદના લીધે ડેમોમાં નવા નીરની આવક શરૂ
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સારા વરસાદના લીધે જિલ્લામાં 1 થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે ત્યારે સીઝનના પ્રથમ વરસાદમાં સારો એવો વરસાદ પડતા જિલ્લાના સૌપ્રથમ બે નાના ડેમ ઓવરફલો થયા છે જેમાં જૂનાગઢને પાણી પુરૂ પાડતા 3 સ્ત્રોત પૈકીનું એક જળાશય ઓવરફલો થયુ છે. જૂનાગઢ તાલુકાના કેરાળા ગામ પાસે આવેલા ઉબેણ વિયર કેરાળા અને આણંદપુર નજીક આવેલ આણંદપુર ઓઝત વિયર જળાશયમાં પાણીની આવક થતા બંને વિયર ઓવરફલો થયા છે.
- Advertisement -
ઉબેણ વિયર ઓવરફલો થતા નીચવાસમાં આવતા કેરાળા, મજેવડી, તલીયાધર, વધાવી, વાલાસીમડી, વાણંદીયા, વંથલીના બાલોટ, ધંધુસર અને વંથલીને એલર્ટ કરવામાં આવ્યા છે. જયારે આણંદપુર ઓઝત વિયર ઓવરફલો થતા આણંદપુર, વંથલીના રાયપુર, સુખપુર અને મેંદરડા નાગલપુરને એલર્ટ કરવામાં આવ્યા છે.