ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાના નામે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફેસબુક પર બોગસ આઈડી બનાવી છે. આ આઈડી “હરેશ મકવાણા ડીએમ” નામથી બનાવવામાં આવી છે. પ્રાંત અધિકારી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર એચ.ટી. મકવાણાને આ બાબતની જાણ થતાં તેમણે તાત્કાલિક પગલાં લીધા છે. તેમણે ફેસબુક પર પોતાના સત્તાવાર એકાઉન્ટ મારફતે લોકોને ચેતવણી આપી છે. મકવાણાએ લોકોને અપીલ કરી છે કે આ બોગસ આઈડી સાથે કોઈ વ્યવહાર ન કરે. ખાસ કરીને આર્થિક વ્યવહારોથી દૂર રહેવા સૂચના આપી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ આઈડી તેમની નથી અને કોઈ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સાવધાન રહેવા જણાવ્યું છે.
ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાના નામે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફેસબુક પર બોગસ આઈડી બનાવી
