પ્રધાનમંત્રીની લોકલ ફોર વોકલ વાતને લોકોએ વધાવી
દિવાળી પર્વે સ્વદેશી ફટાકડાંનું પ્રાધાન્ય વધ્યું: ફટાકડાંની આવકમાંથી ગૌ-સેવા, જરૂરિયાતમંદ લોકોની વહારે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં દિવાળી અને નૂતન વર્ષ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેછે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પોતાના વક્તવ્યમાં સ્વદેશી ચીજ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવેછે અને લોકલ ફોર વોકલને વધુ પ્રાધાન્ય સાથે દેશના નાના વેપારીભાઈઓને મદદ રૂપ થવા અપીલ કરેછે ત્યારે જૂનાગઢ શહેરના શહેરીજનો લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહ્યા છે અને સ્વદેશી ચીજ વસ્તુ ખરીદી કરીને પ્રધાનમંત્રી મોદીની અપીલને સ્વીકારી રહ્યા છે.
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી સ્વદેશી ફટાકડાનું વેચાણ કરતા કિરણભાઈ પુરોહિત જણાવ્યું હતુંકે ચાઈનીઝ ફટાકડાના વેચાણ થી દેશના મધ્યમ વર્ગના લોકો દ્વારા તૈયાર કરવામાં આવતા સ્વદેશી ફટાકડા ખરીદી કરવાથી દેશનું અર્થ તંત્ર મજબૂત બનેછે અને નાના નાના પરિવારને સ્વદેશી ચીજ વસ્તુ લેવાથી અન્ય પરિવારને મદદ રૂપ થવાય છે ત્યારે સ્વદેશી ફટાકડા આપણા દેશના લોકો દ્વારા બનાવામાં આવેછે જેનાથી અન્ય પરિવારને રોજી રોટી સાથે તેની વર્ષ દરમિયાન પરિવારનું ગુજરાન ચાલે છે ત્યારે સ્વદેશી ફટાકડા સાથે દેશના લોકો દ્વારા બનાવેલ ચીજ વસ્તુ ખરીદવાની અપીલ કરી હતી.
જૂનાગઢ શહેરમાં અનેક સંસ્થા દ્વારા ફટાકડા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જેમાં લાયન્સ ક્લબ ગિરનાર તથા લિયો ક્લબ દ્વારા શહેરના હરીવડી ખાતે રાહત દરે ફટાકડા વેચાણ કરવામાં આવે છે આ ફટાકડા માંથી કમાયેલ નફો માત્ર ને માત્ર સેવાકીય પ્રવૃતિઓમાં ઉપયોગ થશે જયારે આ ફટાકડા મોલનું ઉદઘાટન ડે. મેયર ગીરીશભાઈ કોટેચા દ્વારા કરવામાં આવેલ આ વર્ષે આ ફટાકડા સ્ટોલમાં દ્રગ્સ નાબૂદી અભિયાન વેગ આપવામાં સાથે કરવામાં આવ્યું છે જયારે જેસીઆઈ જૂનાગઢ દ્વારા જે રીતે વિદ્યાર્થીઓ માટે રાહતદરે નોટબુક ચોપડાનું વેચાણ કરવામાં આવે છે, તે જ રીતે એકદમ વ્યાજબી ભાવથી બ્રાન્ડેડ કંપનીના ફટાકડાનું વેચાણ કરવામાં આવેલ છે જેસીઆઈ જૂનાગઢ પ્રેરીત કિફાયતી દરે ફટાકડાની ખરીદી કરી સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓમાં પરોક્ષ રીતે ઉપયોગી થવા અને સંસ્થા દ્વારા થતી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓમાં શિશુમંગલની અનાથ દીકરીઓના લગ્ન, મકરસંક્રાંતિ નિમિત્તે જરૂરિયાતમંદોને પતંગ દોરી, ચીકી ચોકલેટ વગેરેનું વિતરણ, રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વેચાણ તેમજ મેડિકલ કેમ્પ વગેરે યોજવામાં આવેછે અને લોકોને સંસ્થાના સંચાલક દ્વારા અપીલ કરવામાં આવેછે કે ફટાકડાની અવાકમાંથી જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થતી સંસ્થા પાસેથી ખરીદી કરવા અપીલ કરેછે આજ રીતે શહેરમાં અનેક સંસ્થા દ્વારા ફટાકડાની અવાક માંથી ગૌશાળામાં રેહતી નિરાધાર ગાયો પાછળ ખર્ચ કરવામાં આવે છે.